અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત
અમદાવાદઃ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને […]


