1. Home
  2. Tag "loc"

ભારતની મોટી કાર્યવાહી: પાકિસ્તાનના બે સૈન્ય અધિકારીઓ સહીત 12 પાકિસ્તાની સૈનિકો ઠાર, છ ચોકીઓ તબાહ

તાજેતરમાં નિયંત્રણ રેખા પર થઈ રહેલા ભારે ગોળીબારનો જવાબ આપતા ભારતે શુક્રવારે પાકિસ્તાને આકરો પાઠ ભણાવ્યો છે. જમ્મુના અખનૂરના કેરી બટ્ટલ સેક્ટરમાં ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ સહીત 12 સૈનિકો ઠાર થયાના અહેવાલ છે. પાકિસ્તાનની છ ચોકીઓ તબાહ થઈ છે અને લગભગ 23 પાકિસ્તાની સૈનિકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ બાદ જાણકારી મુજબ, સીમા પારથી […]

જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાને પુંછ અને ચક્કન દા બાગ વિસ્તારોમાં કર્યું ફાયરિંગ

પાકિસ્તાને એલઓસી પર બુધવારે બે સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે ફાયરિંગ કર્યું હતું. તેના સિવાય નિયંત્રણ રેખા નજીકના ચક્કન દા બાગ વિસ્તારમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. એલઓસી ટ્રેડ સેન્ટર આ સ્થાન પર આવેલું છે. પાકિસ્તાનના ગોળીબારો ભારત દ્વારા પણ જવાબ અપાઈ […]

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]

સરહદે અજંપા ભરેલી શાંતિ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની જમ્મુ મુલાકાત રદ્દ

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા ગત 20 કલાકમાં સંઘર્ષવિરામ ભંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે તેમ છતાં પણ સરહદે શાંતિ બેચેની ભરેલી છે. અધિકારીઓ દ્વારા ગુરુવારે આના સંદર્ભે માહિતી આપવામાં આવી છે. તેની સાથે જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જમ્મુના પોતાના નિર્ધારીત પ્રવાસને રદ્દ કર્યો છે. તેઓ સામ્બા […]

જમ્મુ-કાશ્મીર: LoC પર રહેણાંકને નિશાન બનાવીને પાકિસ્તાનનું બેફામ ફાયરિંગ, નવ માસની બાળકી સહીત ત્રણના મોત

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ પ્રવર્તી રહ્યો છે. તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ફાયરિંગના કારણે ભારતના એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. […]

શાંતિને એક મોકો આપવાની ઈમરાનની કાકલૂદી વચ્ચે પાકિસ્તાને 24 કલાકમાં ત્રણ વખત કર્યો શસ્ત્રવિરામનો ભંગ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મદીને શાંતિ લાવવાનો એક મોકો આપવાની વાત કહી છે અને તેમણે ભરોસો આપ્યો છે કે તેઓ પોતાના વાયદા પર અટલ રહેશે. ઈમરાન ખાને ભરોસો અપાવ્યો છે કે જો ભારત પુલવામા એટેક પર પાકિસ્તાનને કાર્યવાહી યોગ્ય ગુપ્તચર જાણકારી ઉપલબ્ધ કરાવે છે, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન […]

પાકિસ્તાની સેનાધ્યક્ષે લીધી સરહદી ક્ષેત્રની મુલાકાત, પાકિસ્તાની સૈનિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક આદેશ આપ્યા

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ બનેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ લાઈન ઓફ કંટ્રોલની શુક્રવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાતામાં જનરલ બાજવાએ ભારતને કોઈપણ આક્રમક કાર્યવાહીથી બચવાનું જણાવીને ક્હ્યુ છે કે કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પાકિસ્તાનના સૈનિકો દ્વારા યોગ્ય જવાબ મળશે. પાકિસ્તાની અખબારની વેબસાઈટ પર […]

પ્રજાસત્તાક દિને ભારતે શસ્ત્રવિરામ ભંગ કરનારા પાકિસ્તાનને LOC પર મિઠાઈ આપી નહીં

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક શનિવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેને કારણે ભારતીય સેનાએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં બંને દેશોની વચ્ચે મિઠાઈના આદાન-પ્રદાનની પરંપરાને નિભાવી નથી. એટલે કે શસ્ત્રવિરામ ભંગ કરીને બેફામ ગોળીબાર કરનારા પાકિસ્તાનને ભારતના પ્રજાસત્તાક દિને ભારતીય સેનાએ મિઠાઈ ખવડાવાનું માંડી વાળ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્ર મુજબ, પુંછ જિલ્લામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code