1. Home
  2. Tag "Local Samachar"

જાણીતા ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન

સોશિયલ મીડિયાના જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન થયું છે. આ સમાચારથી દરેક જણ આશ્ચર્યચકિત છે, કારણ કે અનુનય સૂદની ઉંમર હજુ માત્ર 32 વર્ષ હતી. તેમનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનુનય સૂદના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેમના પરિવારે એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે: […]

છેતરપીંડીના કેસમાં શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓને સમન્સ

મુંબઈઃ એક વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાના કેસમાં નવું અપડેટ આવ્યું છે. આર્થિક ગુના શાખાએ અભિનેત્રીની કંપનીમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. ચારમાંથી એકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 4 કર્મચારીઓને સમન્સ મોકલવામાં આવ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે. તેઓ ફોર્બ્સગંજ, અરરિયા અને ભાગલપુરમાં જાહેર સભાઓને સંબોધશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “લોકશાહીના ભવ્ય ઉત્સવ દરમિયાન બિહારમાં લોકોનો જબરદસ્ત ઉત્સાહ દર્શાવે છે કે NDA વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બહુમતી જીતવા જઈ રહ્યું છે. આ ઉત્સાહી વાતાવરણ વચ્ચે, હું ફોર્બ્સગંજ, અરરિયામાં સવારે 11:30 વાગ્યે અને […]

ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’નો કેહર: 240ના મોત, 127 ગુમ

ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’એ ભારે તબાહી મચાવી છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં 240 લોકોનાં મોત થયા છે, જ્યારે 127 લોકો ગુમ હોવાનું જાણવામાં આવ્યું છે. આ આપત્તિ વચ્ચે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમ્યુઅલ્ડેઝ માર્કોસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આપત્તિ (National Calamity) જાહેર કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદ (NDRRMC)  દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપી […]

રાહુલ ગાંધી કોંગ્રેસના “બહાદુરશાહ જફર” બની ગયા: કેશવ પ્રસાદ મૌર્ય

લખનઉ: ઉત્તર પ્રદેશના ઉપમુખ્‍યમંત્રી  કૈશવ પ્રસાદ મૌર્યે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હવે કોંગ્રેસના “બહાદુરશાહ જફર” બની ગયા છે, અને તેઓ પોતાની પાર્ટીને પૂર્ણપણે સમાપ્ત કરીને જ અટકશે. મૌર્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે, “રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિષ્ફળ […]

બિહારના યુવાનોનો IQ દુનિયામાં સૌથી વધુ: અમિત શાહ

પટનાઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારના યુવાનોની બુદ્ધિમત્તાના વખાણ કરતાં એક મોટું નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક ડેટાના આધારે હું કહી શકું છું કે બિહારના યુવાનોનો આઇક્યૂ (IQ) લગભગ-લગભગ દુનિયામાં સૌથી વધુ છે. શાહે કહ્યું કે બિહારે હંમેશા દેશને નેતૃત્વ આપનારા લોકો આપ્યા છે. પછી તે રાજકારણ […]

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ પડીઃ હવાઈ ક્ષમતામાં 10 ટકા કાપ મુકાશે

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ થવા જઈ રહી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકાર શુક્રવાર સવારથી 40 મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ સંચાલનમાં 10 ટકાનો કાપ મૂકશે. પરિવહન સચિવ સીન ડફીએ બુધવારે આ જાહેરાત કરી હતી. અમેરિકામાં સરકારી શટડાઉનને 36 દિવસ થઈ ગયા છે. અમેરિકામાં આનાથી લાંબુ શટડાઉન અગાઉ ક્યારેય થયું નહોતું. પરિવહન સચિવે શટડાઉનને […]

ભારતમાં પહેલગામ જેવો જ હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે આતંકીઓ

નવી દિલ્હીઃ અપ્રિલ મહિનામાં પહેલગામ ખાતે થયેલો આતંકી હુમલો હજી પણ લોકોના મનમાંથી ઉતર્યો નથી. તે હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા અનેક આતંકીઓને ઠાર માર્યા હતા. છતાંય આતંકી તત્વો પોતાની હરકતોમાંથી પાછળ નથી હટી રહ્યાં. ગુપ્ત અહેવાલ મુજબ આતંકી સંગઠનો ફરીથી પહેલગામ જેવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ […]

બિહાર ચૂંટણીઃ બોગસ મતદાનનો પ્રયાસ કરનારા 2 ઝડપાયા, મતદાન કેન્દ્રમાં ઘુસવાનો પ્રયાસ કરનાર 7 પકાડાયા

પટનાઃ બિહારમાં વિધાનસભાની 121 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બોગસ મતદાનની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બોગસ મતદાન મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા ગૌરા બૌરામમાં બોગસ મતદાનને લઈને કાર્યવાહી કરી છે. દરમિયાન બે લોકોની ધરપકડ કરીને તપાસ શરૂ […]

બિહાર ચૂંટણીઃ જાણી જોઈને ધીમુ મતદાન કરાવવાનો RJD લગાવ્યો આરોપ, કેટલાક ગામોએ મતદાનનો કર્યો બહિષ્કાર

પટનાઃ વિધાનસભાની 121 બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કેટલાક કેન્દ્રો ઉપર ઈવીએમ ખોટકાવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ આરજેડીએ મહાગઠબંધનના મજબુત બુથો ઉપર ધીમુ મતદાન થાય તેવા પ્રયાસનો આક્ષેપ કર્યો હતો. જ્યારે બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપસર ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code