1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા […]

અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ અમદાવાદની આઠેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતી. દિલ્હી-એનસીઆરની લગભગ 100થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી મળી હતી. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મતદાન પૂર્વે આઠેક સ્કૂલોને ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર વધારે […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની લોકસભા ચૂંટણીને જોવા માટે 23 દેશના 75 લોકો આવ્યાં

નવી દિલ્હીઃ ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી) માટે લોકતાંત્રિક ઉત્કૃષ્ટતાના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે એક સુવર્ણ સેતુ પૂરો પાડે છે. ભારતીય ચૂંટણી પંચે હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (આઈઈવીપી)નું આયોજન […]

લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા સામાન્ય ઘટાડાને દૂર કરવા માટે મતદાતાઓની  ભાગીદારીના હસ્તક્ષેપને બમણો કરી દીધી છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે, જે ભારતમાં ચૂંટણીની ભાગીદારીના ઇતિહાસની તુલનાએ સૌથી સારું છે, પરંતુ 2019ના ઉચ્ચ માપદંડો કરતાં કંઈક અંશે પાછળ છે. ઇસીઆઈના […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસને ફટકો, પુરી બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પુરી બેઠકના ઉમેરદાવ સુચરિતા મોહંતીને ચૂંટણી અભિયાનમાં ફંડિગ આપવાનો ઈન્કાર કરવામાં આવતા સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને પાર્ટીને પોતાની ટીકીટ પરત કરી હતી. મોહંતીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઓડિશાના પ્રભારી ડો.અજય […]

અમદાવાદમાં લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે PM મોદી, અમિત શાહ અને આનંદીબેન આવશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પ્રચાર માટે હવે દોઢ દિવસ બાકી રહ્યો છે. રવિવારે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતના મતદાર હોવાથી ત્રણેય મહાનુભાવો મતદાન માટે અમદાવાદ આવશે. જેમાં વડાપ્રધાન મોદી સોમવારે […]

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code