1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા
લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા

લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા

0
Social Share

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા સામાન્ય ઘટાડાને દૂર કરવા માટે મતદાતાઓની  ભાગીદારીના હસ્તક્ષેપને બમણો કરી દીધી છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે, જે ભારતમાં ચૂંટણીની ભાગીદારીના ઇતિહાસની તુલનાએ સૌથી સારું છે, પરંતુ 2019ના ઉચ્ચ માપદંડો કરતાં કંઈક અંશે પાછળ છે. ઇસીઆઈના ચૂંટણી વ્યવસ્થાપનના પ્રયત્નોના કેન્દ્રમાં મતદારોનું મતદાન કેન્દ્ર છે.

ઇસીઆઈ આગામી 5 તબક્કાઓમાં મતદાનની ટકાવારી વેગ આપવા માટે શક્ય તમામ હસ્તક્ષેપો હાથ ધરવા કટિબદ્ધ છે. સીઈસી રાજીવ કુમાર, ચૂંટણી પંચ જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સુખબીર સિંહ સંધુની આગેવાનીમાં પંચ મુખ્ય ચૂંટણી કમિશનના વરિષ્ઠ અધિકારીઓની સાથે આ ઉદ્દેશ માટે વધારાની પહેલોના સેટનું નેતૃત્વ કરી રહ્યું છે.

સીઈસી રાજીવ કુમારની આગેવાની હેઠળની સ્વીપ ઝુંબેશની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે મુખ્ય વિભાગો, કોર્પોરેટ્સ, સેલિબ્રિટીઝ અને સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સહયોગ કરવામાં આવી રહ્યો છે. પંચે છેલ્લા એક વર્ષ દરમિયાન તેના મુખ્ય કાર્યક્રમ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (એસવીઇઇપી)ને ઊર્જાત્મક રીતે ચલાવ્યો છે, જેમાં તેના ત્રણ ભાગો છે: માહિતી, પ્રેરણા અને સુવિધા, અને વિશેષ રુપથી લોકસભાની ચૂંટણી પહેલા ભાર આપવામાં આવ્યું છે. રાજ્યો અને જિલ્લાઓએ ઓછા મતદાનવાળા મતવિસ્તારોને લક્ષ્યમાં રાખીને ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન (ટીઆઇપી) યોજના હેઠળ નાગરિકોની ભાગીદારીને વેગ આપવા માટે વિવિધ સ્થાનિક વિશિષ્ટ હસ્તક્ષેપો હાથ ધર્યા છે.

કમિશન બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલાક મહાનગરોમાં મતદાનના સ્તરથી નિરાશ છે, જે ભારતના હાઈ-ટેક શહેરમાં ઉદાસીનતાના કઠોર સ્તર તરફ નિર્દેશ કરે છે. એનસીઆરના શહેરોનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. ઇસીઆઈએ ગયા મહિને દિલ્હીમાં ઘણા મેટ્રો કમિશનરોને ભેગા કર્યા હતા, જેથી શહેરી ઉદાસીનતા સામે લડવાની વ્યૂહરચના તૈયાર કરી શકાય. એક વિશિષ્ટ એક્શન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. આયોગને આશા છે કે, આગામી તબક્કામાં મતદાન કરવા જઇ રહેલા શહેરી કેન્દ્રો બાજી પલ્ટી નાખશે. કમિશન સંબંધિત શહેરના વહીવટ સાથે સતત સંપર્ક બનાવી રાખશે.

પ્રથમ તબક્કામાં મતદાનમાં થયેલા ઘટાડાને પગલે પંચે મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને રાજસ્થાન અને કર્ણાટકના રાજ્યના સીઇઓને મતદાનની ટકાવારી વધારવા માટે વધારાની યોજનાઓ તૈયાર કરવાા  નિર્દેશ આપ્યા હતા. પંચે મતદાન વધારવાની રીતોની ઓળખ કરવા માટે ત્રીજા અને ચોથા તબક્કામાં ઓછા મતદાન ધરાવતા જિલ્લાઓના ડીઇઓ (2019ના આંકડાના આધારે) સાથે વન ટૂ વન સંવાદ પણ યોજ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા પર હીટવેવની અસર, ખાસ કરીને ત્રીજા તબક્કા દરમિયાન મતદારોના મતદાન પર વિચાર કરવા માટે ઇસીઆઈએ પહેલાં જ આઇએમડીના ટોચના નિષ્ણાતો, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. આઇએમડી દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્રયોગમૂલક પુરાવા મુજબ, 7 મે, 2024ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે હીટવેવના સંદર્ભમાં કોઈ મોટી ચિંતા નથી. ત્રીજા તબક્કામાં યોજાનારા  મતદાન માટે 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાનની આગાહીની સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંચ મતદાનના દરેક તબક્કા પછી મતદારોના મતદાનના આંકડા સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. ઇસીઆઈના કાર્યમાં જાહેરાતો અને પારદર્શિતા એ પ્રમાણભૂત પદ્ધતિઓ છે. વૈધાનિક જરૂરિયાતો અનુસાર ફોર્મ 17સીમાં દરેક મતદાન મથક પર સંપૂર્ણ સંખ્યામાં મતદાન નોંધાવવાનું રહેશે. પારદર્શિતાના મજબૂત પગલા તરીકે, ફોર્મ 17 સીની નકલો, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરવામાં આવી છે, તે તમામ વર્તમાન પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવે છે. આમ,  મતવિસ્તારની વાત છોડો, મતદાનની વાસ્તવિક સંખ્યાના બૂથ વાર ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે, જે એક વૈધાનિક આવશ્યકતા છે. અન્ય હિતધારકો અને મીડિયા માટે ડિસ્ક્લોઝર પહેલ સ્વરૂપે રાજ્ય/પીસી/એસી વાર કામચલાઉ મતદાનના આંકડા ઇસીઆઈ વોટર ટર્નઆઉટ એપ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. આયોગ સમયસર મતદારોના મતદાનના આંકડા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જે આગામી તબક્કાઓમાં મીડિયા અને અન્ય હિસ્સેદારો માટે ઉપયોગી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code