1. Home
  2. ગુજરાતી
  3. IPL 2024: વિરાટ કોહલીની ટીમ RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ, RR સામે પરાજ્ય
IPL 2024: વિરાટ કોહલીની ટીમ RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ, RR સામે પરાજ્ય

IPL 2024: વિરાટ કોહલીની ટીમ RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ, RR સામે પરાજ્ય

0
Social Share

અમદાવાદઃ IPL 2024 સીઝનમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સ (RR) શાનદાર પ્રદર્શન કરીને એલિમિનેટર મેચ જીતી. આ મેચ 22 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાઈ હતી, જેમાં રાજસ્થાનનો 4 વિકેટે વિજય થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCB એ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે યશસ્વી જયસ્વાલે 30 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

પરંતુ એક સમયે રાજસ્થાનની ટીમે 86 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ 112 રન પર ચોથી વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ રિયાન પરાગ અને હેટમાયરની પણ વિકેટ પડી ગઈ હતી. જોકે હેટમાયરે આઉટ થતા પહેલા રાજસ્થાનને જીતની તરફ લઈ લઈ જવામાં આવી હતી. ત્યારે RCB ના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીઘી હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCB એ 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ માટે રજત પાટીદારે 34 રન, વિરાટ કોહલીએ 33 રન અને મહિપાલ લોમરોરે 32 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય કેમરૂન ગ્રીને 27 રન બનાવ્યા હતા. આ ચાર સિવાય RCB ટીમનો કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો સ્પર્શી શક્યો નહોતો. રાજસ્થાન ટીમ તરફથી ઝડપી બોલર અવેશ ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્પિનર ​​આર અશ્વિનને 2 સફળતા મળી હતી. ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.

હવે રાજસ્થાનની ટીમ ખિતાબથી 2 કદમ દૂર છે. તેની આગામી મેચ ક્વોલિફાયર-2 હશે, જેમાં તેનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે થશે. આ મેચ 24 મી મેના રોજ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેનો મુકાબલો 26 મી મેના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code