IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી હરાવ્યું છે. આ મેચ બુધવારે આસામના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં KKR એ સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 151/9 રન બનાવ્યા હતા. […]