ચંદ્રયાન-5 મિશનને મંજુરી અપાઈ, ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે
નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી. નારાયણને જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને આ વખતે પહેલા કરતા ઘણો ભારે રોવર ચંદ્ર પર મોકલવામાં આવશે. તેમણે આ માહિતી સન્માન સમારોહમાં આપી હતી જ્યાં તેમને ISROના વડા તરીકે કાર્યભાર સંભાળવા […]