ચિલોડા-હિંમતનગર હાઈવે પર ઊભેલી લકઝરી બસ પાછળ ટ્રક અથડાતા 10ને ઈજા
કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને કેબીન કાપીને બહાર કઢાયો, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતમાં ટ્રકના આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો ગાંધીનગરઃ જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે સાઈડ પર ઊભેલી ખાનગી ટ્રાવેલ્સ બસને પાછળથી પૂરઝડપે આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસમાં […]


