1. Home
  2. Tag "Mahakumbh"

મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ મહાકુંભના આયોજન પર વાત કરી હતી. તેમજ તેમણે આ કાર્યક્રમમાં યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે ગૃહ દ્વારા, હું દેશવાસીઓને નમન કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું […]

મહાકુંભ દરમિયાન 16,000 થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી હતીઃ અશ્વિની વૈષ્ણવ

લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભના સમાપનના એક દિવસ પછી રેલ્વે કર્મચારીઓનું સન્માન કરવા માટે અહીં પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન 13000 ટ્રેનો ચલાવવાની યોજના હતી, પરંતુ 16000 થી વધુ ટ્રેનો દોડી ગઈ છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, “મહાકુંભ માટે 16000 થી વધુ ટ્રેનોએ 5 કરોડ મુસાફરોને લઈ ગયા અને તેમને તેમના ગંતવ્ય […]

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

મહાકુંભ: નમામિ ગંગે મિશને અનોખો રેકોર્ડ બનાવ્યો

લખનૌઃ મહાકુંભ 2025 ફક્ત એક આધ્યાત્મિક ધાર્મિક વિધિ નહીં પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે એક જન આંદોલન બની ગયું છે. નમામિ ગંગે મિશને ગંગાની શુદ્ધતા અને પવિત્રતા જાળવવા માટે 10 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સક્રિય કર્યા છે, જ્યારે સલોરી, રસુલાબાદ અને નૈની ખાતે ત્રણ નવા STP પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગંગા અને યમુનાની […]

મહાકુંભમાં સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી, સંગમ રેલ્વે સ્ટેશન 28મી ફેબ્રૂઆરી સુધી બંધ રહેશે

પ્રયાગરાજઃ મહાકુંભ માટે પ્રયાગરાજમાં ભારે ભીડ ઉમટી રહી છે, ભીડને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન હવે 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભીડની સ્થિતિ આવી જ રહેશે તો પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ રાખવાની તારીખ લંબાવી શકાય છે. ડીએમએ આ બાબતે ડિવિઝનલ રેલ્વે મેનેજરને પત્ર પણ […]

મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓને લીમખેડામાં અકસ્માત નડ્યો, 4 નાં મોત

અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને લીમખેડા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની મળતી વિગત પ્રમાણે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાર શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા અને […]

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ, સમગ્ર વિસ્તાર વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

મહાકુંભ નગર:  પ્રયાગરાજ મહાકુંભમાં પૂર્ણાહુતીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. બીજી તરફ મહાકુંભ તરફ જતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને પાસ ધારકોને મેળા વિસ્તારની બહાર નજીકના પાર્કિંગમાં પણ જગ્યા […]

મહાકુંભમાં ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોના પ્રદર્શનની ઝાંખી, 69192 યાત્રાળુંઓએ કરી વિઝિટ

મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોએ મેળવ્યો ઉતારો ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કે 21519 યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન અપાયુ, ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, સહિત દેશના નાગરિકોએ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઉભી કરવામાં […]

મહાકુંભઃ માઘી પૂર્ણિમાનાં કારણે પ્રાયાગરાજમાં પોલીસ સુરક્ષા વધારાઈ

લખનૌઃ મહાકુંભ 2025નાં ઉત્સવો તેમના પરાકાષ્ઠાએ પહોચ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે માઘી પૂર્ણિમાં પહેલાં જ સુરક્ષા વધુ મજબૂત બનાવી દીધી છે. કરોડો ભક્તો ઉત્સવમાં હાજરી આપે તેવી અપેક્ષા સાથે, પોલીસે કોઈ કસર છોડી ના હતી. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે ભારે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે નો-વ્હીકલ ઝોન જાહેર […]

મહાકુંભઃ 43 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કરીને નવો રેકોર્ડ બનાવ્યો

લખનૌઃ વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા ‘મહાકુંભ 2025’ એ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેણે વિશ્વભરના મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. પ્રયાગરાજમાં ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર છેલ્લા 30 દિવસથી શ્રદ્ધાની અખંડ લહેર છવાયેલી છે. જો આપણે મહાકુંભમાં પહોંચતા ભક્તોની સંખ્યાનો અંદાજ લગાવીએ, તો સરેરાશ 1.44 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code