
મહાકુંભઃ માઘી પૂર્ણિમાનાં કારણે પ્રાયાગરાજમાં પોલીસ સુરક્ષા વધારાઈ
લખનૌઃ મહાકુંભ 2025નાં ઉત્સવો તેમના પરાકાષ્ઠાએ પહોચ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે માઘી પૂર્ણિમાં પહેલાં જ સુરક્ષા વધુ મજબૂત બનાવી દીધી છે. કરોડો ભક્તો ઉત્સવમાં હાજરી આપે તેવી અપેક્ષા સાથે, પોલીસે કોઈ કસર છોડી ના હતી.
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે ભારે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે નો-વ્હીકલ ઝોન જાહેર કર્યો છે જેમાં ફક્ત ઈમરજન્સી વાહનોને જ પસાર થવાની મંજૂરી છે. ભીડની અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કલ્પવાસીઓનાં વાહનોને સ્નાન પછી મેળામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
“યાત્રા વ્યવસ્થામાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ઘર્ષણ ટાળવા માટે ખાસ કાળજી લેવાઈ રહી છે. મેળાના કોઈ પણ રસ્તા પર ટ્રાફિક નથી. લોકોએ ચકાસાયેલ સત્તાવાર માહિતી મેળવવા માટે ટ્વિટર અને ફેસબુક પર યુપી પોલીસના સત્તાવાર એકાઉન્ટ્સને ફોલો કરવા જોઈએ. મુલાકાતીઓના વાહનોને ફક્ત ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જો બહાર નીકળવા અને પ્રવેશવા વચ્ચે જગ્યા અને સંકલન હશે.