રાજકોટમાં પરમિટ ન હોય એવા પશુઓને જપ્ત કરવાના RMCના નિર્ણય સામે માલધારીઓનો વિરોધ
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા 1 જાન્યુઆરીથી લાઇસન્સ વિનાના પશુપાલકોના પશુઓને જપ્ત કરવા માટે ઢોર પકડની ઝુંબેશ કડક બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. ત્યારે આ નિર્ણય સામે શહેરના માલધારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. માલધારીઓ શુક્રવારે આરએમસીની કચેરી ખાતે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ માંગણી કરી હતી કે, મ્યુનિ. દ્વારા […]