1. Home
  2. Tag "mallikarjun kharge"

મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં ગઈ હતી, ખડગેનો BJP ને સવાલ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ પર ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમ્નું મહત્વ નથી જાણતા, તે તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત જ વળતો પ્રહાર કર્યો […]

કોંગ્રેસ અને મલિલ્કાર્જન ખડગેની માનસિકતા સનાતન વિરુદ્ધનીઃ હિમંતા સરમા બિસ્વા

લખનૌઃ પ્રયાગરાજના સંગમમાં ભાજપ નેતાઓના પવિત્ર સ્નાન પરની ટિપ્પણી કરનાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપર આસામના સીએમ હિમંતા સરમા બિસ્વાએ આકરા પ્રહાર કર્યાં છે. સીએમ શર્માએ કહ્યું કે તેમનું નિવેદન સનાતન વિરુદ્ધની માનસિકતા દર્શાવે છે. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાનું વલણ નક્કી કરવું જોઈએ. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, મહાકુંભ પર કોંગ્રેસ પ્રમુખ […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની સિદ્ધિ પર દેશને ગર્વઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું કે, “તમે હંમેશાથી ચેમ્પિયન છો. નીરજ ચોપરા, તમારી અભૂતપૂર્વ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યસભામાં […]

સંસદમાં આજે મચી શકે છે હંગામો, વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર સાધી શકે છે નિશાન

શું વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલશે.. ? રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે ફોડ પાડ્યો નથી..પરંતુ કોંગ્રેસ સાંસદોએ માંગ કરી છે કે રાહુલ ગાંધી લોકસભામાં બજેટ પર પોતાની સ્પીચ આપે. રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલી શકે છે. કોંગ્રેસના સાંસદોનું માનવું છે કે રાહુલે લોકસભામાં સંબોધન […]

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન આજે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી હતી. આ દરમિયાન સભાપતિએ મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, આપે ખુરશીનું જેટલુ અપમાન કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું. ધનખડએ ચેતવણી આવતા જણાવ્યું હતું કે, દર વખતે આપ આ ખુરશીને […]

લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં […]

મને વિશ્વાસ છે કે પરિણામ એકઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે, આપણે થોડી રાહ જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે.” વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દાવો કરી રહ્યું છે કે પબ્લિક […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code