સીરિયા તરફથી થઈ રહેલા ગોળીબારનો જવાબ આપવાનો લેબનોનનો આદેશ
સીરિયા તરફથી સરહદી વિસ્તારમાં થઈ રહેલા ગોળીબારના જવાબમાં લેબનીઝ સેનાએ તેના સૈનિકોને સામે હુમલો કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, સેનાએ પુષ્ટિ આપી છે કે રવિવારે લેબનીઝ સરહદી વિસ્તારોમાં તોપમારાનાં જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરહદ પર સર્વેલન્સ પોસ્ટ્સ, પેટ્રોલિંગ અને કામચલાઉ ચેક પોસ્ટ્સ સ્થાપવામાં આવી છે. […]