
સીરિયા તરફથી સરહદી વિસ્તારમાં થઈ રહેલા ગોળીબારના જવાબમાં લેબનીઝ સેનાએ તેના સૈનિકોને સામે હુમલો કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, સેનાએ પુષ્ટિ આપી છે કે રવિવારે લેબનીઝ સરહદી વિસ્તારોમાં તોપમારાનાં જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરહદ પર સર્વેલન્સ પોસ્ટ્સ, પેટ્રોલિંગ અને કામચલાઉ ચેક પોસ્ટ્સ સ્થાપવામાં આવી છે.
સીરિયાથી છોડવામાં આવેલા રોકેટ પૂર્વી લેબનોનના અનેક ગામડાઓમાં પડ્યા હતા અને સરહદી વિસ્તારમાં 2 સીરિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. લેબનોન-સીરિયન સરહદ પર હર્મેલ નજીક લેબનીઝ આદિવાસીઓ અને સશસ્ત્ર જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અથડામણમાં અનેક લોકો માર્યા ગયા છે. અગાઉ, લેબનીઝ સેનાએ કહ્યું હતું કે તેણે સીરિયન સરહદ પર તૈનાત સૈનિકોને સીરિયન પ્રદેશમાંથી થઈ રહેલા ગોળીબારનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે.
તાજેતરના અથડામણો બાદ એકમોએ “યોગ્ય શસ્ત્રો” સાથે જવાબ આપવાનું શરૂ કર્યું છે જેમાં ઘણા લેબનીઝ વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. લેબનીઝ સેનાએ કહ્યું કે તેણે સીરિયન સરહદ પર તૈનાત સૈનિકોને સીરિયન પ્રદેશમાંથી થતા ગોળીબારનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે. લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ ઓનના નિર્દેશો પર કાર્યવાહી કરી હતી, જેમાં ઉત્તર અને પૂર્વીય સરહદો પર લશ્કરી એકમોને સીરિયન પ્રદેશમાંથી આવતા અને લેબનીઝ વિસ્તારોને નિશાન બનાવતા ગોળીબારના સ્ત્રોતોનો જવાબ આપવાનો આદેશ અપાયો.