
નવી દિલ્હીઃ મણિપુરના થૌબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB) ચોકીને નિશાન બનાવી હતી અને સૈનિકો પાસેથી છ SLR અને 3 AK રાઈફલ લૂંટી લીધી હતી. આ ઉપરાંત, લગભગ 270 દારૂગોળો અને 12 મેગેઝિન પણ લૂંટી લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અનેક વાહનોમાં આવ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા છે.
મણિપુર પોલીસે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે નારણકોંજિલ વિસ્તારમાંથી પ્રતિબંધિત જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટના 2 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી એક .32 પિસ્તોલ અને 3,120 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને આતંકવાદીઓ ખંડણી ઉઘરાવતા તથા હથિયારો અને દારૂગોળાની ગેરકાયદેસર દાણચોરી કરતા હતા.
આ ઉપરાંત, શનિવારે, કાંગજાબી લીરાક માચીન વિસ્તારમાંથી ખંડણી પ્રવૃત્તિમાં સામેલ પ્રતિબંધિત સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, પોલીસે આ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ શરૂ કરી છે.