1. Home
  2. Tag "manipur"

મણિપુરને વધારાની 153.36 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ વર્ષ 2024 દરમિયાન મણિપુરને કરાથી અસરગ્રસ્ત રૂ.153.36 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)ની આ સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માં ઉપલબ્ધ વર્ષ માટે પ્રારંભિક બેલેન્સના 50 ટકા સમાયોજનને આધિન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત […]

મણિપુરમાં ફરી કર્ફ્યૂ લગાવાયો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં સ્થિતિ બેકાકૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી […]

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ વકફ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે, જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે. ગૃહે ગઇકાલે બિલને મંજૂરી આપી, જેમાં 288 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. મોડી રાત સુધી નીચલા ગૃહમાં 12 કલાકથી વધુ સમય સુધી આ બિલ પર ચર્ચા થઈ. વકફ (સુધારા) […]

મણિપુરમાં છ ડ્રગ સ્મગલર્સ અને બે આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળો ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે સોમવારે છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરી હતી. આ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાંગપોકપી જિલ્લામાં છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ડ્રગ સ્મગલરની ઓળખ ખાઈખાઓ કિપગેન ઉર્ફે […]

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણાચલની મુલાકાતે

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના જજો અરુણાચલ પ્રદેશ જઈ રહ્યા છે. ન્યાયાધીશોના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અરુણાચલના આદિવાસી સમુદાય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને તેમના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે જાગૃત કરવાનો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે. NALSA ના કાર્યકારી પ્રમુખ અને સુપ્રીમ […]

મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉગ્રવાદીઓ વિવિધ ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું કે, બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓમાંથી એક કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય હોવાનું કહેવાય છે અને તેને બિષ્ણુપુર જિલ્લાના મૈબામ ચિંગમાંગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તેમ […]

મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]

મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું. તેમણે […]

મણિપુરમાં હથિયારો સોંપવાની મુદત લંબાવવામાં આવી; રેલ્વે ટ્રેક પરથી ત્રણ મહિલાઓની લાશ મળી

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચના સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી. પહાડી અને ખીણ વિસ્તારના લોકોએ વધારાના સમયની માંગણી કર્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વૈચ્છિક રીતે હથિયાર સમર્પણ કરવાની સાત દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી ખીણ અને […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code