1. Home
  2. Tag "Market Yards"

ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, અને થરાદ સહિત માર્કેટ યાર્ડ્સ અઠવાડિયા સુધી બંધ રહેશે

અમદાવાદઃ હોળી-ધૂળેટી તેમજ માર્ચ મહિનાનો એન્ડિંગ હોવાથી ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પાળશે. જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ, તેમજ રાજકોટ, ભાવનગર, ઊંઝા, થરાદ સહિતના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યના ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સ આગામી રવિવાર અને સોમવારના હોળી – ધુળેટીના પર્વને લઈને તેમજ 26 થી 31 માર્ચ સુધી યાર્ડના […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મગફળીની આવક આશરે રોજીંદી પંદર હજાર ગુણી અને કપાસની પાંચ હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે નવી આવકની સાથે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. અઠવાડિયાથી વરાપ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકનો પ્રારંભ, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકના શ્રીગણેશ થયા છે. કપાસમાં સારા ભાવને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ છે, જે ખેડુતોએ ચોમાસાના આગમન પહેલા કપાસનું આગોતરૂ વાવેતર કર્યું હતુ. તેવા ખેડુતોના કપાસની આવક શરૂ થઈ છે. હાલ વરાપ નિકળતા ખેડુતોએ કપાસ વિણવાનું શરૂ કર્ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ એરંડા જેવા પાકના બીજ રોપવાનું ચાલુ છે […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક,

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં રવિ સીઝનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજીબાજુ ખરીફ પાકની આવકથી માર્કેટ યાર્ડ્સ ઊભરાઈ રહ્યા છે. જેમાં મગફળી, કપાસ, ચણા અને ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે. રાજકોટ યાર્ડમાં સોમવારે 10 હજાર બોરી ડુંગળીની આવક […]

દિવાળી બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયાં

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળી અને કપાસનું બમ્પર ઉત્પાદન થયું છે. લાભપાંચમના દિવસથી સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ અને બજારો ફરીથી ધમધમતા થતાં ખેડુતો ખરીફ પાકને વેચવા માટે આવી રહ્યા છે. ખરીફ પાકોની સીઝન બરાબર જામી છે અને કપાસ તથા મગફળી જેવી ચીજોમાં તેજી હોવાથી ઉત્સાહપૂર્વકના કામકાજ માર્કેટ યાર્ડમાં થઈ […]

કોરોનાને લીધે માર્કેટ યાર્ડ્સમાં કામકાજ ઠપ થતા રોજનું 200 કરોડનું ટર્ન ઓવર સ્થગિત થયું

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મોટાભાગના માર્કેટ યાર્ડોમાં છેલ્લાં પંદર દિવસથી હરાજીનું કામકાજ બંધ છે. તેના કારણે રૂપિયા 200 કરોડથી વધુ થતું પ્રતિદિનનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. ઊંઝા સહિત મોટા માર્કેટ યાર્ડોમાં તો બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ માર્કેટ બંધ હોવાથી આવતા નથી. સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડે કોરોના સંક્રમણને કારણે હરાજીથી અલિપ્ત રહેવાનો નિર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code