કચ્છ: સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા, માછીમારીની સામગ્રી જપ્ત
ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. […]