ખેલકૂદના માધ્યમથી એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરી શકાય : DGP વિકાસ સહાય
ગાંધીનગરઃ 72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપનો પ્રારંભ આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસના મહાનિદેશક વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્ય કે કેન્દ્રીય પોલીસ દળની જવાબદારી આંતરિક સુરક્ષાની છે. જેના માટે સૌથી મહત્વપૂર્ણ વિષય એકતા અને સંકલનની ભાવના છે. […]