1. Home
  2. Tag "Meeting"

ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, કોઈ તકલીફ હોય તો મને જાણ કરોઃ CR પાટિલની ટકોર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી.  સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી  બેઠક બે કલાક  ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને […]

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ જાપાનના મંત્રી અને પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મીટીંગ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે […]

ગાંધીજીના મૂળ આદર્શને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવા રાજ્યપાલે કર્યું આહ્વાન

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સભ્યોને ભારપૂર્વક જણાવ્યુ કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય; એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાની અપીલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક આજે […]

કોરોનાને પગલે કેન્દ્રીય સરકાર ચિંતિત, ડો. માંડવિયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓની બોલાવી બેઠક

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વધતી સંભાવનાઓ વચ્ચે કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ 20 ડિસેમ્બરે બધા જ હેલ્થ મિનિસ્ટરોની મિટિંગ બોલાવી છે. કોરોના મહામારી ફરી એક વાર દેશમાં માથુ ઉચકી રહ્યું છે. સિંગાપુર, અમેરિકા અને ચીન જેવા ઘણા દેશોમાં વિનાશ કર્યા બાદ નવા વેરીએંટ જેએન-1 એ દેશમાં દરવાજો […]

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત, શું થઈ ચર્ચા જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ સમર્થકોની સાથે મળીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. જેથી ઉદ્રવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર પડી ગઈ હતી. શિવસેનામાં ઉદ્રવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દા ઉપર તકરાર ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે […]

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરતાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રા

દિલ્હી: વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. શિયાળાની મોસમ નજીક આવી રહી છે ત્યારે દિલ્હી-એનસીઆરમાં હવાની પ્રતિકૂળ ગુણવત્તાના મુદ્દાને પહોંચી વળવા માટે વિવિધ હોદ્દેદારોની તૈયારીની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અગ્ર સચિવે ઔદ્યોગિક […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ સાથે મુખ્યમંત્રીની બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.  પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખોઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય વિષયક સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, જી.એમ.ઇ.આર.એસ. ના સુપ્રીટેન્ડન્ટ, 33 જિલ્લાના CDHO,CDMO અને 6 ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક મહત્વના 21 મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. રાજ્યની કુલ 2300 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code