પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું નિધન
ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું ગઈકાલે 85 વર્ષની વયે અવસાન થયું. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પ્રતિષ્ઠિત પ્રધ્યાપક હતા, જ્યાં તેમણે વર્ષ 1965થી 2003 સુધી શિક્ષણ આપ્યું. વર્ષ 1940માં વડોદરામાં જન્મેલા સ્વર્ગીય મેઘનાદ દેસાઈએ બૉમ્બે વિશ્વ-વિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1960માં પેન્સિલવૅનિયા વિશ્વ-વિદ્યાલયથી તેમણે Ph.D કર્યું હતું. […]