1. Home
  2. Tag "mineral theft"

ડીસા પંથક ખનીજચોરીનું હબ બન્યું, રાણપુર પાસે 5 ડમ્પર સહિત કરોડો રૂપિયાનો માલ સીઝ કરાયો

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરીનું દૂષણ બનાસકાંઠામાં જોવા મળી  રહ્યું છે. કહેવાય છે. કે, જિલ્લાનું કોઈ ગામ બાકી નથી કે જ્યાં ખનીજચોરી થતી ન હોય,  ત્યારે જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ડીસાના રાણપુર પાસે બનાસનદીમાંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો […]

કરજણમાં ખનીજ ચોરીને લગતા ગુનાઓમાં 2 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ વડોદરામાં ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ, પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી, વાહનોનું ચેકિંગ કરીને એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડ પંથકમાં કિંમતી ખનીજ ધરબાયેલું હોવાથી બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે જિલ્લાના ભૂતળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી અટકાવવા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં સાયલા-લીંબડી હાઇવે અને મૂળીમાંથી વાહનો સાથે રૂ. 1 કરોડનો મુદામાલ પકડી પાડવામા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોકટોક ગેરકાયદે ખનીજ ખનન થતુ હોવાની […]

વલસાડ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજ ચોરી સામે તંત્રના દરોડા, 70 વાહનો જપ્ત કરાયા

વલસાડ : ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ બેરોકટોક ચાલતી હોય છે. ખનીજ માફિયાઓને કોઈનો ય ડર રહ્યો નથી. સરકારી ખૂલ્લી જમીનોમાંથી માટી, નદીઓમાંથી રેતી, અને ડુંગરાળ વિસ્તારોમાંથી કપચીની ચોરી સામાન્ય બની ગઈ છે. આવી ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ, કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ માથાભારે ખનીજ માફિયાઓ પોતાનો […]

ગુજરાતમાં બે વર્ષમાં રેતી-ખનીજ ચોરીના 14 હજાર કેસ પકડાયાં, 181 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવોને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિસ્તાર દ્વારા અવાર-નવાર દરોડા પાડીને લાખોની મતા જપ્ત કરવામાં આવે છે. રાજ્યમાં બે વર્ષના સમયગાળામાં ગેરકાયદે ખનનના 14 હજારથી વધારે કિસ્સા પકડીને રૂ. 610 કરોડનો દંડ ફડકારવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 181 કરોડ વસુલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

ગુજરાતમાં ખનીજ માફિયા બેફામઃ બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. દરમિયાન ખનીજ ચોરીનો મુદ્દો ગુજરાત વિધાનસભાની અંદર ગુંજ્યો હતો. વિપક્ષે ખનીજ ચોરી મામલે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા બે વર્ષના સમયગાળામાં ખનીજ ચોરી ઝડપી લેવા માટે 298 જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code