1. Home
  2. Tag "modi government"

મોદી સરકારની મોટી કાર્યવાહી,ખાલિસ્તાન સમર્થક કન્ટેન્ટનું પ્રસારણ કરતી 6 યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી 

દિલ્હી:કેન્દ્રની વિનંતીના 48 કલાકની અંદર ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપતી ઓછામાં ઓછી છ યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી દેવામાં આવી છે.માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે,છેલ્લા 10 દિવસમાં વિદેશથી સંચાલિત છથી આઠ યુટ્યુબ ચેનલો ‘બ્લોક’ કરવામાં આવી છે.તેણે કહ્યું કે પંજાબી ભાષામાં કન્ટેન્ટ પીરસતી આ ચેનલો સરહદી રાજ્યમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી […]

રાહુલ ગાંધીએ બ્રિટેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં મોદી સરકારની ઉજ્જવલા અને જન ધન યોજનાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેશ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સરકાર લોકતાંત્રિક સંસ્થોને કમજોર બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીને મોદી સરકારની સારી નીતિઓ બાબતે પૂછવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે  ઉજ્જવલા […]

મોદી સરકાર સામે વિવાદાસ્પદ નિવેદન કરનારા સોરોસને કોંગ્રેસના નેતાએ આડેહાથ લીધા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અયોગ્ય ટીપ્પણ કરનાર અરજપતિ જ્યોર્જ સોરોસને ભાજપના નેતાઓ આડેહાથ લીધા હતા. કોંગ્રેસ પણ મોદી સરકારના સમર્થનમાં આવી છે અને જ્યોર્જ સોરોસનું નિવેદનને બાલીશ ગણાવીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, પહેલા પણ […]

મોદી સરકારના 2023-24 બજેટને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આગેવાનોએ આવકાર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત, મહિલાઓ કે વૃદ્ધો […]

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન […]

મોદી સરકારમાં આદિવાસી વિસ્તારોમાં 650થી વધારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ

નવી દિલ્હીઃ છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલી બની છે. તેમ એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી સમુદાયના વિકાસ પાછળનો ખર્ચ, 2014 પહેલાં માત્ર 19 હજાર કરોડ રૂપિયા હતો, તે હવે 91 હજાર કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના […]

મોદી સરકાર હવે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો લાવશે,આ બાબતોનો થશે સમાવેશ  

દિલ્હી:કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા જઈ રહી છે.અહેવાલ મુજબ, તે તમામ રમતોને આમાં આવરી લેવામાં આવશે, જેમાં પૈસા સામેલ છે.અગાઉ માત્ર સ્કીલ ગેમ્સનું નિયમન કરવાનો પ્રસ્તાવ હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સત્તાવાર દસ્તાવેજ અને ત્રણ સ્ત્રોતો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે વડાપ્રધાન કાર્યાલયે અન્ય રમતોને તેમાંથી બહાર રાખવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. […]

UNમાં હિન્દીને સત્તાવાર રીતે ભાષા તરીકે સામેલ કરવાના મોદી સરકારના પ્રયાસ

નવી દિલ્હી: ફિજીના નાડીમાં આગામી વિશ્વ હિન્દી પરિષદ 15-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસંગે 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સના માસ્કોટ અને વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે. થોડી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં સમય લાગશે. જયશંકરની […]

ભારતીય સેનામાંથી બ્રિટિશ શાસન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ દૂર કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે, આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આગામી સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. […]

સ્વચ્છ ભારત મિશનના 8 વર્ષ પૂર્ણ થવા પર મોદી સરકાર ચલાવશે અભિયાન

દિલ્હી:કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વચ્છ ભારત મિશનના આઠ વર્ષ પૂરા થવા પર 17 સપ્ટેમ્બરથી 15 દિવસનું અભિયાન શરૂ કરશે.શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.નિવેદન અનુસાર, ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ નાગરિકોને કચરા મુક્ત શહેરો બનાવવાની દિશામાં પગલાં ભરવા માટે પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code