1. Home
  2. Tag "MONDAY"

ગુજરાત: સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

અમદાવાદઃ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર દેશ રામ નામ માં ખોવાયેલું છે. તો ગુજરાત રાજ્ય પણ રામ ભક્તિમાં રંગાયું છે. તો ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 સુધી રજા જાહેર કરવામાં આવી છે. સાથે સરકારી […]

લગ્નમાં વારંવાર આવી રહે છે સમસ્યાઓ,તો સોમવારે કરો આ ઉપાય

સોમવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભોલે બાબાની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. અન્ય તમામ દેવતાઓની તુલનામાં ભગવાન શિવની પૂજા ખૂબ જ સરળ છે. શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ભક્તોની મનોકામના જલ્દી પૂરી […]

જલારામ બાપાની 223મી જન્મ જ્યંતિ સોમવારે ઊજવાશે, વિરપુર ગામ રંગબેરંગી રોશની શણગારાયું

રાજકોટઃ યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે ધામધૂમથી ઊજવાશે.  છેલ્લા વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ હાલ કોરોના મહામારી નહીંવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં બાપાની જન્મજયંતિ માટે કેટલાક દિવસોથી  તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જલાબાપાની 223મી જન્મજયંતિ ઊજવવા વિરપુરવાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. […]

અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો સોમવારથી પ્રારંભ, દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે  દર વર્ષે ભાદરવી પુનમના યાજોતા મેળાને હવે એક દિવસ બાકી રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો  કાલે સોમવારે 5મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં […]

BSEમાં સપ્તાહના પ્રથમ દિવસે 1456 પોઈન્ટનો કડાકોઃ રોકાણકારોના રૂ. 6.5 લાખ કરોડનું ધોવાણ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં વેચવાલીને કારણે અનેક શેરોનું ધોવાણ થયું છે. દરમિયાન આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો હતો. સવારે બીએસઈ 1100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. અંતે 1456 પોઈન્ટ ઘડીને 52846ના સ્તરે અને નીફ્ટી 427 પોઈટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ રહ્યું હતું. આમ શેરબજાર 11 મહિનાની […]

ઉનાળું વેકેશન પૂર્ણ, સોમવારથી તમામ શાળાઓ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠશે

અમદાવાદઃ રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં કાલે તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શાળાઓ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠશે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો સજ્જ બની ગયા છે. જ્યારે કોલેજો-યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો બુધવારથી પ્રારંભ થશે. ગુજરાતમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું ઉનાળુ વેકેશન ગત તા. 9 મેથી પડ્યું હતું. વેકેશનના 35 […]

કાલે સોમવારથી રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓની હડતાળ,આજે ATM પર નો-કેશના પાટિયા લાગ્યા

અમદાવાદઃ  કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત  બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ કાલે તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક […]

કાલે સોમવારથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે, જો કે, ફ્રેબ્રુઆરીમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

અમદાવાદઃ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં  પલટો, વાદળછાંયુ વાતાવરણ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા બર્ફિલા પવનને લીધે ઠંડીએ રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવે આવતી કાલે સોમવારથી ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જશે. જોકે ફેબ્રુઆરીમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે. એવું હવામાન વિભાગના સૂત્રો કહી રહ્યા છે. રાજ્યમાં કોલ્ડવેવની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં […]

કોરોના કહેરઃ રાજ્યમાં સોમવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું કરાશે વિતરણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ […]

લોકસભામાં આવતીકાલે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા માટે નવુ બિલ રજૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ બીલનો ખોડૂતોના વિરોધના લાંબા વિરોધ બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર આવતીકાલે સોમવારે લોકસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે નવું બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ કાયદાઓને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code