1. Home
  2. Tag "Mota Banav"

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી બિલ ન ભરતા 1204 ધારકોના વીજળી કનેક્શનો કપાયા

સુરેન્દ્રનગર, 17 ફેબ્રુઆરી 2026:  ઝાલાવાડ પંથકમાં ચાર મહિનાથી વધુ સમયથી વીજળી બિલ બાકી હોય એવો ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં બે કરતા વધુ વીજબીલ બાકી હોય એવા 1204 ગ્રાહકોના વીજ જોડાણો કાપી દેતાં બાકીદારોમાં દોડધામ મચી હતી. કુલ રૂ. 2.67 કરોડની બાકી રકમ સામે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર […]

દાંતા તાલુકામાં ગ્રેનાઈટની-2 અને બિલ્ડિંગ સ્ટોનની 74 મળી 76 લીઝ કાર્યરત, 31 લીધ બંધ

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આ વિસ્તારોમાં એક પણ ક્વોરી(બ્લેક ટ્રેપ)ઓ આવેલી નથી. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભેમાલ  અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડિંગ સ્ટોન ખનીજની લીઝો છે, કવોરી (બ્લેકટ્રેપ) ખનીજની […]

ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ […]

રાજકોટમાં થારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં એકટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું

રાજકોટ, 17 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક કારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે […]

CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ દિવસના પેપર સરળ લાગ્યા

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  દેશભરમાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યુ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવતા ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર […]

દાહોદ-અમદાવાદ હાઈવે પર લીમખેડા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ત્રણના મોત

 અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આજે  દાહોદ-અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. દાહોદ-અમદાવાદ નેશનલ હાઈવે પર  મોડી રાત્રે લીમખેડાના ઢઢેલા નજીક ટર્નિગ પાસે પૂરફાટ ઝડપે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ  વીજળીના થાંભલે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત […]

અમદાવાદના વટવામાં નશામાં ધૂત કારચાલકે ગાયને અડફેટે લઈને સ્કોર્પિયોને ટક્કર મારી

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  શહેરના વટવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર નજીક નશામાં ધૂત પૂર ઝડપે આવેલા કારચાલકે ગાયને અડફેટે લીધા બાદ કારે સ્કોર્પિયોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ કારચાલક યુવકને પકડી પાડ્યો હતો. કારની તપાસ કરતા સીટ પરથી ખાલી […]

પોરબંદરના દરિયામાં ATS અને કોસ્ટગાર્ડે બોટને આંતરીને 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાત પ્રવેશ દ્વાર બનતું જાય છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂંસણખોરી સામે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સતત સક્રિય છે. ત્યારે પોરબંદરના દરિયામાં  ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને એક બોટને આંતરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો […]

વઢવાણમાં ઉનાળાના આગમન પહેલા જ પાણીનો કકળાટ, 6 દિવસે મળતું પાણી

વઢવાણ, 16 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન ટાણે જ વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે. સુરેન્દ્રનગર મ્યુનિ,કોર્પોરેશનની નિષ્કાળજીને લીધે લોકોને 6 દિવસથી પાણી મળતુ નથી.હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ વઢવાણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા છ દિવસથી વઢવાણના રહેણાંક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં તંત્ર […]

સુરેન્દ્રનગરમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ તબીયત લથડતા 5 લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ઘરે જ ભાંગ બનાવીને સેવન કર્યુ હતું. ભાંગ પીધા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાંચ જેટલા લોકોની તબિયત અચાનક લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. અને ત્વરિત સારવાર શરૂ કરતા તમામનો નશો ઉતરી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code