1. Home
  2. Tag "MOU"

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ […]

ગુજરાતમાં દ્વારકા. અંબાજી સહિત 11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે ગુજરાત સરકારે AOI સાથે કર્યા MOU

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્‍ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા. આ […]

વાણિજ્ય મંત્રાલય જિલ્લાઓમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરશે

નવી દિલ્હીઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને સક્ષમ બનાવવા અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને વેગ આપવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ વિવિધ ઇ-કોમર્સ પ્લેયર્સ સાથે જોડાણ કરી રહ્યું છે, જેથી નિકાસ કેન્દ્રોની પહેલ તરીકે જિલ્લાઓનો લાભ લઈ શકાય અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન મળી શકે. વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે આ પ્રકારના પ્રથમ […]

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટઃ ભરૂચમાં રૂ. 18086 કરોડના 250 જેટલા MOU થયા

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીના […]

સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને 8 જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU

ગાંધીનગરઃ આગામી જાન્યુઆરી-2024 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10 મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં 39 MoU રૂ. 18,486 કરોડના સંભવિત રોકાણો માટેના થયા […]

“વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ” હેઠળ અત્યાર સુધીમાં રૂ. 39503 કરોડના MoU થયાં

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે અને આ ૨૦ વર્ષ દરમિયાન એક લાખથી પણ વધુ MoU કરવામાં આવ્યા છે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં થયેલા MoUના ૭૧ ટકા અને વર્ષ ૨૦૧૯માં યોજાયેલી વાઇબ્રન્ટ […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્યમાં રૂ. 3 હજાર કરોડના રોકાણ માટે 3 એમઓયુ થયાં

અમદાવાદઃ બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે. આ ઉપક્રમના દસમાં તબક્કામાં આજે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને […]

GTU અને મુંબઈની એક ફાર્મા કંપની વચ્ચે ટેક્નોલોજીની આપ-લે માટે થયાં MOU

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને આરોગ્યની કાળજીનાં ક્ષેત્રમાં કામ કરતી અને આઈ. આઈ. ટી., મુંબઈની સ્ટાર્ટ-અપ કંપની ઓસ્ટીક ફાર્મા વચ્ચે નિદાન માટે યોગ્ય સુવિધા મળી રહે તે માટે ટેકનોલોજીકલ જ્ઞાનની આપ-લે કરવા માટે દ્વિપક્ષી કરાર કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાઈન્સીસ એન્ડ ટેકનોલોજીનાં પ્રા. ડૉ. દોલત સિંહ ઝાલા અને એસોસિયેટ પ્રોફેસર […]

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, […]

વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code