અમદાવાદમાં મ્યુનિના ગાર્બેજ વાહને બે ટૂ વ્હીલર્સને અડફેટે લેતા એકનું મોત, 2ને ઈજા
લોકોએ ગાર્બેજ વાનના ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો, ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે બન્યો હતો. આજે સવારે મ્યુનિની ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી ગાર્બેજવાને બે દ્વીચક્રી વાહનોને ટક્કર મારી હતી. […]