માદક દ્રવ્યોના વેપારમાંથી મળતા આતંકવાદી ભંડોળને ઝડપથી અને કડકાઈથી અટકાવવા પડશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]