1. Home
  2. Tag "narmada dam"

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની સતત આવક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવી થઈ રહી છે. જેથી ડેમની જળ સપાટી 117.37 મીટર પહોંચી છે, જ્યારે મેન કેનાલમાં 5582 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 267.53 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો […]

નર્મદા ડેમના નિર્માણમાં 70 હજાર કરોડ ખર્ચાયા, રાજ્યમાં પાણી પહોંચાડવા 21,651 કરોડનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 9000 કરોડનો ખર્ચ થયો છે જ્યારે નર્મદાના નીરને  ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ રૂપિયા 21,651.71 કરોડનો ખર્ચ થયો છે. નર્મદા ડેમ આજે પણ સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એક માઈલ્ડસ્ટોન ગણવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાણી તેમજ વીજળી […]

નર્મદા ડેમની સપાટીમાં મહિનામાં 7 મીટરનો વધારો, 57 ટકા પાણીનો સંગ્રહ થયો

અમદાવાદઃ રાજ્યમાં શ્રાવણ મહિના દરમિયાન ઓછો વરસાદ પડતા ખેડુતો સહિત સરકાર પણ ચિંતિત બની હતી પણ ભાદરવા ભરપૂર બનતા ચિંતા ટળી ગઈ છે. રાજ્યમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે.  જળાશયોમાં પણ હાલની સ્થિતિએ 70 ટકાથી વધારે જળસંગ્રહ છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી સારા વરસાદને કારણે પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. સરદાર સરોવરમાં હાલની સપાટી […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 116.32 મીટરને વટાવી ગઈ

અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીના જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદાના ઉપરવાસમાંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી સોમવારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ ડેમ લેવલ 116.09 મીટર

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નવા પાણીની સતત વક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી નર્મદામાં નવા પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં લગભગ 21949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમાં […]

નર્મદા ડેમ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, કેવડિયાથી 50 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના […]

નર્મદા ડેમમાં હાલ બે વર્ષ ચાલે એટલું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પુરુ પડાય છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ જેટલુ પાણી છે તેનાથી બે વર્ષ સુધી ગુજરાતની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલ નર્મદા ડેમમાં 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા […]

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાતા ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે

અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે સિંચાઈ માટેના પાણીના માગ વધતા સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય કેનાલના ઝીરો પોઈન્ટના 5 નંબરના ગેઈટમાંથી 15 હજોર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદાની મુખ્ય કેનાલ ઝીરી પોઈન્ટથી પાણી જે છોડાય રહ્યુ છે, જે કચ્છ સુધી પહોંચશે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી છે જેને કેવડિયા સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code