1. Home
  2. Tag "News Article"

IS ના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત હોવાનો અફઘાની મીડિયાનો દાવો

અફઘાન લશ્કરી વિશ્લેષકોનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત છે. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, ISIS-ખોરાસનને હજુ પણ ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે. સુરક્ષા સૂત્રોના અનુસાર નુસરત અથવા અબુ ઝાર તરીકે ઓળખાતા ISIS-K ના એક વરિષ્ઠ વ્યક્તિનું તાજેતરમાં પેશાવરમાં મોત થયું હતું […]

ISRO: દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-3 લોન્ચ થશે

બેંગલોર: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 લોન્ચ કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે.CMS-03 એક મલ્ટી-બેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે, જેને GSAT-7R તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-LVM3 પરથી લોન્ચ કરાશે. […]

સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવો: ડૉ. વ્યાસ

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મોત્સવ નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી થઈ. કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસએ સૌને ભારતના ઉમદા ભવિષ્ય માટે સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવવા જણાવ્યું. આ પ્રસંગે યુનિટી માર્ચ, દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન અને રાજભાષા-હિન્દીમાં એકતાની પ્રતિજ્ઞા લેવાઈ. ભારતના લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના […]

દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર વધ્યું, AQI 400ને પાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે (2 નવેમ્બર) સવારે હવાની ગુણવત્તામાં તીવ્ર બગાડ જોવા મળ્યો હતો, પ્રદૂષણનું સ્તર ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં ઊંડે સુધી સરકી ગયું હતું અને દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં ‘ગંભીર’ સ્તરને સ્પર્શી ગયું હતું. હવામાં પ્રદુષણ, ગાઢ ધુમ્મસ અને શાંત સવારના પવનોના કારણે દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને સમગ્ર પ્રદેશમાં શ્વાસ લેવાની સ્થિતિ […]

આસિયાન: મલેશિયા, ફિલિપાઇન્સ અને કંબોડિયાએ ભારતને મહાશક્તિ ગણાવ્યું

આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સામેલ દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે ભારતની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી અને સંરક્ષણ સહયોગ વધારવાની માંગ કરી. મલેશિયા, ફિલિપાઇન્સ અને કંબોડિયાએ ભારતને મહાશક્તિ ગણાવ્યું. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે બે નવી પહેલોની જાહેરાત કરી. આ દેશોએ આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગ, સાયબર સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન અને પ્રથમ પ્રતિસાદ આપનારની ભૂમિકા માટે ભારતની […]

મેલિસા વાવાઝોડુ : જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકો પ્રભાવિત થયા

વાવાઝોડા મેલિસા પછી, સંયુક્ત રાષ્ટ્ર અને તેના સહયોગીઓ – OCHA, FAO, યુનિસેફ, વગેરે – જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી અને સહાય પૂરી પાડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. ક્યુબામાં ભારે વિનાશ થયો છે, અને હૈતીમાં સંકટ વધુ ગંભીર છે. આંતરરાષ્ટ્રીય સહયોગને જીવનરેખા ગણાવતા, UN ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં આશ્રય, ભોજન, જરૂરી […]

સિદ્ધપુરના કારતકના મેળાની તડામાર તૈયારીઓ, નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગાંધીનગરઃ સિદ્ધપુરના કારતકના મેળામાં નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ વ્યકિતએ નિયત કરેલ જગ્યા સિવાય સંડાસ, પેશાબ કરવા નહીં. ગંધાતા, વાસી, ઉતરી ગયેલા અથવા માનવ ખાધ માટે ઉપયોગમાં ન આવે તેવા ફળફળાદી પીણાં, ખોરાક કોઈ વેચવા માટે રાખવો નહીં. ખાનપાનની દુકાનોની હોટલો, રેસ્ટોરન્ટ તથા ફળફળાદીની દુકાનો તથા મનોરંજનના સ્થળોએ એસઆઈ સૂચના આપે તેનો […]

અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર નંબર વન બેટ્સમેન બન્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ 31 ઓક્ટોબર 2025 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં, ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 37 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં તેણે 8 શાનદાર ચોગ્ગા અને 2 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. આ સાથે અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

આધાર કાર્ડને લઈને બદલાયા નિયમો, ચૂકવવામાં આવતી ફીને લઈને પણ થયા ફેરફારો

નવા મહિનાની શરૂઆત સાથે જ ભારતીય નાગરિકોની ઓળખ સાથે જોડાયેલા સરકારી દસ્તાવેજ આધાર કાર્ડને લઈને પણ નિયમો બદલાઈ ગયા છે. નિયમોમાં નવા ફેરફાર સાથે હવે આધાર કાર્ડધારકને આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર માટે આધાર કાર્ડ સેન્ટર જવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ અનુસાર, યુઝર્સ માટે પ્રક્રિયાને સરળ અને સહજ બનાવવા માટે હવે આધાર કાર્ડધારકની […]

ઊંઘની અછતથી વધે છે ડિપ્રેશન અને હૃદયરોગનો ખતરો

ઊંઘ માનવજીવનની એક એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર પોતાને રિપેર કરે છે અને મગજ આખા દિવસની થાકમાંથી આરામ મેળવે છે. પૂરતી ઊંઘ હોર્મોનલ સંતુલન જાળવે છે, જેના કારણે મૂડ, એકાગ્રતા અને ઊર્જા સ્તર સ્થિર રહે છે. પરંતુ જો ઊંઘ અધૂરી રહે, તો શરીરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code