1. Home
  2. Tag "News Article"

અમૃતસરથી બિહાર જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં ભીષણ આગ, ત્રણ કોચ બળીને રાખ

નવી દિલ્હી: અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આગમાં ત્રણ જનરલ કોચને નુકસાન થયું હતું. ગરીબ રથ એક્સપ્રેસ સરહિંદ રેલ્વે સ્ટેશનથી અંબાલા તરફ લગભગ અડધો કિલોમીટર દૂર હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનના એક ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. આગ અન્ય ત્રણ ડબ્બામાં પણ ફેલાઈ […]

ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સીરિઝ રમવાનો કર્યો ઈન્કાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવનો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સીધી અસર જોવા મળી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ જાહેરાત કરી છે કે, તે નવેમ્બર મહિનામાં યોજાનાર ટ્રાય સિરીઝમાં હવે ભાગ નહીં લે. આ નિર્ણય અરગૂન જિલ્લામાં થયેલા તાજેતરના હવાઈ હુમલા બાદ લેવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ અફઘાન […]

બધા અફઘાન નાગરિકોને પાકિસ્તાન છોડીને પરત જવું પડશેઃ રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ

પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફએ કાબુલ પ્રત્યે કડક વલણ દાખવતા જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં રહેલા તમામ અફઘાન નાગરિકોને હવે પોતાના દેશમાં પરત જવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અફઘાનિસ્તાન સાથેના અગાઉના “જૂના સંબંધો” હવે જાળવી રાખવામાં નહીં આવે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. ખ્વાજા આસિફે જણાવ્યું કે, “અફઘાનિસ્તાનની હવે […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રક અને બસના આયાત પર નવો ટેરિફ લગાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આદેશ આપ્યો છે કે,1 નવેમ્બરથી આયાત કરાયેલા મધ્યમ અને ભારે ટ્રકો તેમજ તેમના ભાગો પર 25% નવો ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ આયાતિત બસો પર 10% ટેરિફ લાગુ થશે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લગાવવામાં આવી રહ્યા છે અને તેનો હેતુ વધુ ઓટો ઉત્પાદનને અમેરિકા અંદર […]

સ્વદેશી તેજસ જેટની ખરીદી માટે અનેક દેશોએ દર્શાવ્યો

નાસિક : સરકારી એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી લડાકૂ વિમાન ‘તેજસ માર્ક-1A (Tejas Mk-1A)’ એ શુક્રવારે નાસિક સ્થિત HAL પ્લાન્ટમાંથી તેની પ્રથમ સફળ ઉડાન ભરી હતી. આ સિદ્ધિ ભારતના રક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનો વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે. HALના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી. કે. સુનીલએ જણાવ્યું […]

દિલ્હીમાં વધતી ઠંડી સાથે બગડતી હવાની ગુણવત્તા, મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. સવારે અને સાંજે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે દિવસ દરમિયાન તડકાને કારણે થોડું ઉષ્ણતામાન અનુભવાય છે. બીજી તરફ હવાની ગુણવત્તા સતત ખરાબ થતી જઈ રહી છે. આનંદ વિહારથી લઈને અક્ષરધામ અને અન્ય વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં […]

ગોવાના રસ્સાઈ ગામે શિપયાર્ડમાં ભયાનક વિસ્ફોટ: બે મજૂરોના મોત, ચાર ગંભીર રીતે ઘાયલ

મુંબઈ : ગોવાના રસ્સાઈ ગામ ખાતે આવેલા એક જહાજ નિર્માણ યાર્ડમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ગોવા ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર છે અને તબીબી સારવાર ચાલુ […]

મહિલા વર્લ્ડ કપ: દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું

લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે શાનદાર અડધી સદી ફટકારી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ વરસાદથી પ્રભાવિત 20 ઓવરની મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું, અને મહિલા ODI વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવી હતી. ટીમે 14.5 ઓવરમાં 121 રનનો સુધારેલો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શ્રીલંકાની બેટ્સમેન વિશ્મી ગુણારત્નેએ મેચની સારી શરૂઆત કરી હતી, કેટલાક આકર્ષક […]

જે લોકો માથા પર સંવિધાનનું પુસ્તક મૂકીને નાચે છે, તેઓ માઓવાદી-આતંકીઓની રક્ષામાં લાગેલા છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDTV વર્લ્ડ સમિટમાં માઓવાદ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે નક્સલવાદને ‘માઓવાદી આતંક’ ગણાવીને કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન ‘અર્બન નક્સલીઓ’ દ્વારા મોટી સેન્સરશિપ ચલાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એક સમયે દેશના લગભગ દરેક મોટા રાજ્યો નક્સલી હિંસા અને માઓવાદી આતંકનો સામનો કરી રહ્યા હતા અને તે રેડ […]

બિહારમાં અમિત શાહની સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર પ્રવાસના ત્રીજા દિવસે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા અને સત્તામાં NDAની વાપસી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. ખાસ કરીને, સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમિત શાહ આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરશે. આ બેઠકમાં પક્ષ દ્વારા ઘડવામાં આવેલી ચૂંટણીલક્ષી રણનીતિ મુજબ જમીની સ્તર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code