છત્તીસગઢઃ હોસ્પિટલમાં HIV પીડિતાનું નામ જાહેર કરવા મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
રાયપુર : છત્તીસગઢના રાયપુર સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં એચઆઈવી પોઝિટિવ મહિલાની ઓળખ જાહેર થવાના મામલે છત્તીસગઢ હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે આ ઘટનાને “અમાનવીય અને દર્દીની ગોપનીયતા તેમજ નૈતિક અધિકારનું ગંભીર ઉલ્લંઘન” ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાથે જ પીડિતાને રૂ. 2 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. હોસ્પિટલના […]


