1. Home
  2. Tag "News Article"

અમદાવાદ મ્યુનિના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ સાથે હડતાળ પાડશે

મ્યુનિ. નોકર મંડળ દ્વારા વિવિધ માંગણીઓને માટે રેલી કાઢવામાં આવી હતી, AMCના ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગે રજુઆત કરવામાં આવી, કાલે એક દિવસની હડતાળ બાદ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પડાશે અમદાવાદઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કામદારોની હંગામી ભરતી કે રોજમદાર પર લઈને […]

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

એક્ટિવાને અડફેટે લીધા બાદ ટાંકીમાંથી પેટ્રોલ લીક થતા આગ લાગી, એક્ટિવા અને ડમ્પરને આગે લપેટમાં લીધા, એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી […]

વડોદરામાં નશાની હાલતમાં કારચાલક નિવૃત PSIએ બાઈકને અડફેટે લીધુ, પોલીસે કરી ધરપકડ

લોકોના ટોળાએ કારચાલક નિવૃત પીએસઆઈને પકડી લીધો, આગળ જેને ગાડી ઠોકી છે તેને 10 હજાર આપી ચૂક્યો છું તેમ કહેવા લાગ્યો, નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધાયા વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં કારચાલક નિવૃત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં […]

ડૉ. એસ. જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ બેઠક દરમિયાન, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી  માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાંથી ઉદ્ભવેલા સકારાત્મક વિચારને પુનરાવર્તિત કર્યો હતો. ડૉ. જયશંકરે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાતી નેતા સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે, “સહકાર પુનઃસ્થાપિત કરવા અને […]

પ્રથમ સેકશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે

સુરતઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના મુખ્ય મહેમાન પદે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 41મો ભવ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં જન જનની […]

કેનેડાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડાની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી […]

દક્ષિણ ત્રિપુરામાં શંકાસ્પદ પાકિસ્તાની મહિલા ઝડપાઈ, નશીલા પદાર્થોની હેરાફેરીમાં સંડોવણીની શંકા

નવી દિલ્હીઃ દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સરહદી શહેર સબરુમમાં પોલીસે એક શંકાસ્પદ પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 65 વર્ષીય આ મહિલા ડ્રગ તસ્કરીમાં સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે નેપાળની જેલમાંથી ભાગીને ભારતમાં પ્રવેશી હતી. પોલીસ અધિકારી નિત્યાનંદ સરકારએ જણાવ્યું કે, મહિલાનું નામ લુઈ નિઘત અખ્તર છે. તેને સબરુમ રેલવે સ્ટેશન […]

અમેરિકાના સાઉથ કેરોલિનામાં બારમાં ગોળીબારઃ ચારના મોત, 20 ઘાયલ

અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સેન્ટ હેલેના ટાપુ પર આવેલા એક બારમાં થયેલા આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસએ જણાવ્યું છે. આ ગોળીબાર વિલીઝ બાર એન્ડ ગ્રિલ નામની જગ્યાએ થયો હતો, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. […]

IRCTC ભ્રષ્ટાચાર કાંડમાં લાલુ, રાબડી અને તેજસ્વી સામે ચાર્જફેમ કરાયો

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત વચ્ચે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. IRCTC કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા છે. આ મામલો લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી તરીકે […]

કોલ્ડ્રિફ કફ સિરપ કૌભાંડમાં ઈડીએ શ્રીસન ફાર્માના 7 સ્થળોએ દરોડા પાડ્યાં

ચેન્નઈઃ કોલ્ડ્રિફ કફ સિરપના કારણે અત્યાર સુધી અનેક બાળકોનાં મોત થયાના કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) એ સોમવારે ચેન્નઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ શ્રીસન ફાર્માના કુલ 7 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ દરમિયાન કંપનીના કચેરીઓ ઉપરાંત તમિલનાડુ ડ્રગ કન્ટ્રોલ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓના ઘર અને ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહી ધનશોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code