1. Home
  2. Tag "News Article"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં થયો વધારો, નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ, દિવાળીના તહેવારોમાં 4200 એક્સ્ટ્રા બસો દોડાવાશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

સુરતમાં દીવાળીના તહેવારોમાં મ્યુનિ.કચેરીઓમાં રોશની માટે 49 લાખ ખર્ચાશે

શહેરના વિવિધ બ્રિજ પર રંગબેરંગી લાઈટિંગ કરાશે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ લાઈટિંગ માટેના ખર્ચને મંજુરી આપી, મ્યુનિની મુખ્ય કચેરીમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લાઈટિંગ કરાશે સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન કચેરીઓ તેમજ શહેરના તમામ બ્રિજ પર રંગબેરંગી રોશની કરીને દીપોત્સવની ભવ્ય ઊજવણી કરાશે,  મ્યુનિ.કોર્પોરેશનની […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિ મુર્મુ ગુરૂવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહેચ્યા હતા, રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતુ, રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વેરાવળઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરૂવારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ […]

સુરેન્દ્રનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલની બે કંપનીમાં ચેકિંગ કર્યું

પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા, બન્ને કંપનીમાંથી ખાદ્યતેલના 10 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા, ખાદ્યતેલમાં ભેળસેળ હશે તો કડક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ ખાદ્યતેલોમાં ભેળસેળ વધતી જાય છે. ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગ દ્વારા શહેરની બે ઓઈલ કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ખાદ્યતેલના 10 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે […]

સરકારી અને સહકારી બેન્કોએ એક દિવસમાં ચેક ક્લિયરિંગના કરાયેલા વાયદાનો ફિયાસ્કો

ચાર દિવસે પણ ચેક ક્લિયરિંગ ન થતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા, ખાતામાંથી ચેક ડેબિટ થયા પણ સામેની પાર્ટીના ખાતામાં ચાર દિવસે પણ ક્રેડિટ ન થયા, ઘણા કિસ્સામાં ચેક ક્રેડિટ ન થતા કર્મચારીઓના પગારો અટકી ગયા અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારી બેન્કો, કો-ઓપરેટિવ બેન્કો, સહકારી બેન્કો સહિતની બેન્કોમાં ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે […]

“સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 – ગુજરાતી પત્રકારોની નજરે” પુસ્તક પ્રકાશિત થયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટના છે. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભારતમાં તેમજ દુનિયાના કેટલાક દેશોમાં ગુજરાતનું માન વધ્યું હતું. અને હવે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનું માન વધ્યું છે. અર્થતંત્ર મજબૂત થયું છે. આપણી સૈન્ય […]

દિવાળીના તહેવારોને લીધે ડાકોર મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો

ડાકોર મંદિરમાં 16થી 23મી સુધી સવારે 30 વાગે મંગળા કરાશે, વાઘ બારસથી ઠાકોરજીને સોનાની આરતી ઉતારાશે, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં દિવાળીના તહેવારને લઈ ઠાકોરજીની મંગળાની આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 16 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં દર્શન મંગળા આરતી કરાશે. વાઘ […]

કચ્છમાં છેલ્લા બે વર્ષમાં 6000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો

ખાનગી શાળાઓની મોંઘી ફી વાલીઓને પરવડતી નથી, સરકારી શાળાઓમાં શિક્ષણમાં સુધારો થતાં વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો ભૂજઃ કચ્છ જિલ્લામાં ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. અસહ્ય મોંઘવારીમાં વાલીઓને ખાનગી શાળાઓની તોતિંગ ફી પરવડતી નથી. બીજીબાજુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભૌતિક સુવિધામાં અને […]

BJPના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજીમાં દર્શન કરી ગુજરાત ભ્રમણનો પ્રારંભ કર્યો

પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી ભાજપના કાર્યકર્તાઓની બાઈક રેલી, વિશ્વકર્માએ સવારે અંબાજી માતાજીના દર્શન કર્યા, વિશ્વકર્માના ગુજરાત ભ્રમણ દરમિયાન 6 જેટલાં મહાસંમેલન યોજાશે અંબાજીઃ ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંગઠનને સક્રિય કરવા માટે આજથી ગુજરાત ભ્રમણનો પ્રારંભ કર્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન કરીને વિશ્વકર્માએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અને તા. 17મી […]

રાજકોટના મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડેલા 5 ઢોરને 25 શખસો દાદાગીરી કરીને છોડાવી ગયા

રાષ્ટ્રપતિના આગમનને લીધે મ્યુનિ.એ રોડ પરથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી, ટોળાએ મ્યુનિ. સ્ટાફ સાથે દાદાગીરી કરી વાહનમાંથી ઢોર ઉતારી લીધા, મ્યુનિના સ્ટાફે પોલીસમાં અરજી આપી પણ ગુનો ન નોંધાયો રાજકોટઃ શહેરમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવતા હોય મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વીઆઇપી રૂટ જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code