1. Home
  2. Tag "News Article"

જામનગરમાં સ્ટેટ જીએસટીએ સર્ચ દરમિયાન 560 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડ્યુ

બોગસ બિંલિંગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરવામાં આવી હતી, SGSTના અધિકારીઓએ જામનગરમાં 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા, નકલી ટેક્સપેયર ફર્મો ખોટા ઇન્વોઇસ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેઇમ કરતા હતા, જામનગરઃ શહેરમાં થોડા દિવસ પહેલા સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ પેઢીના 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની […]

રાજકૂમાર જાટના મૃત્યુના કેસમાં હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો

કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા, કેસની વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ યોજાશે, હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો અમદાવાદઃ ગોંડલના રાજકૂમાર જાટ નામના યુવાનના રાજકોટ નજીક અકસ્માતના મોતના કેસમાં તેના પરિવારજનોએ મૃત્યુ નહીં પણ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરીને સીબીઆઈને તપાસ સોંપવાની માગ […]

અમદાવાદમાં ટ્રકમાલિક પાસે દિવાળી બોનસના 1000 લેવા જતા કોન્સ્ટેબલ પકડાયો

દિવાળી બોનસના નામે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો, એસપી રિંગ રોડ પર વાહનચાલકોને મેમો ન આપવા કોન્સ્ટેબલ લાંચ માગતો હતો, 1000 રૂપિયા ટ્રકમાલિકે આપ્યા તો વધારાના દીવાળી બોનસપેટે લાંચ માગી અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે ટ્રાફિકનો પોલીસ કોન્સ્ટેબલ દિવાળીના બોનસપેટે રૂપિયા 1000ની ટ્રકમાલિક પાસેથી લાંચ […]

સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી નેટવર્કને નબળું પાડ્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમિત શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ્રયાસોએ જમ્મુ અને કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી […]

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ વાહનો અને વધુમાં વધુ પાંચ […]

IPS વાય પૂરણ કેસમાં નવો વળાંક: IAS પત્ની અમનીતે પત્ર લખીને ત્રણ ગંભીર આરોપો લગાવ્યા

ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી વાય. પૂરણના આત્મહત્યા કેસમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જોકે, આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પુરણની પત્ની અને ભારતીય વહીવટી સેવા અધિકારી અમનીત પી કુમારે ચંદીગઢ પોલીસ અધિકારીને પત્ર લખીને ત્રણ ગંભીર આરોપો લગાવ્યા છે. IAS અમનીત કુમારે IPS વાય પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં ચંદીગઢ પોલીસ દ્વારા નોંધાયેલી […]

પંજાબમાં રુ. 1194 કરોડના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભટિંડાથી 1194 કરોડ રૂપિયાના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ કરીને પંજાબમાં એક નવો ઇતિહાસ રચ્યો. પંજાબની ધરતી પર આજનો દિવસ ફક્ત પંજાબ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક બની ગયો. આઝાદી પછીના 75 વર્ષોમાં, કોઈ પણ સરકારે ગામડાઓ પર આટલું ધ્યાન […]

અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી, 7 ના મોત

અયોધ્યાના ભદ્રસા-ભરતકુંડ નગર પંચાયતના મહારાણા પ્રતાપ વોર્ડમાં આવેલા પાગલભારી ગામના સમગ્ર વિસ્તારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. શક્તિશાળી વિસ્ફોટથી એક ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકના અનેક ઘરોની દિવાલો હચમચી […]

દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત મિત્ર દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ શરૂ કરશે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી સાથેની બેઠકમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ કાબુલમાં દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જયશંકરએ આ દરમિયાન અફઘાનિસ્તાનના સંપ્રભુતાના સમર્થન પણ કર્યું હતું. 2021 બાદ આ પ્રથમવાર છે જ્યારે ભારતે અફઘાનિસ્તાનના સંપ્રભુતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે. મુતાકી સાથે […]

નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત, વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચોડાનું કરાશે સન્માન

અનેક દેશમાં યુદ્ધ રોકાવ્યાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબલ શાંતિ એવોર્ડની આશા રાખતા હતા. તેમજ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ આપવાની અપીલ કરી હતી. દરમિયાન આજે આ વર્ષના નોબલ શાંતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતતી ટ્રમ્પની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચોડાને આ એવોર્ડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code