1. Home
  2. Tag "News Article"

ઢાઢર નદીમાં ડૂબેલા બે બાળકોનો ચાર દિવસ પછી પણ કોઈ પત્તો ન લાગ્યો

કોઝ વે પરથી બાઈક સ્લીપ થતા દંપત્તી અને બે નાના બાળકો નદીમાં પડ્યા હતા. ગ્રામજનોએ પતિ-પત્નીને બચાવી લીધી હતા, નદીમાં મગરના મોઢામાં એક બાળક દેખાયુ હતુ વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક ચાર દિવસ પહેલા ઢોઢર નદીના કોઝ-વે પરથી બાઈક પર પસાર થતા બાઈક સ્લીપ થઈને નદીમાં પડતા બાઈકસવાર પતિ-પત્ની અને તેના બે બાળકો […]

સુરતના ઉમરા-વેલજા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

બાઈકસવાર ધો. 7ની વિદ્યાર્થિનીનું મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યો, બનાવની જાણ થતા પોલીસને કાફલો દોડી ગયો, અકસ્માતના બનાવથી લોકોએ તંત્ર સામે ભારે વિરોધ કર્યો સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઉમરા-વેલજા રોડ પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ધોરણ-7ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બેને ઈજાઓ […]

મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનો પ્રારંભ

CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું, ટ્રેડ શોમાં નાણામંત્રી, આરોગ્ય મંત્રી, અને ઉદ્યોગ મંત્રી ઉપસ્થિતિ રહ્યા, વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન, મહેસાણાઃ ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ […]

સુરતમાં પત્નીની નજર સામે પતિએ સાળા-સાળીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી

સુરતના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બન્યો બનાવ, બનેવી તેની સાળી જોડે લગ્ન કરવા માગતો હતો, સાળીએ ના પાડતા ઉશ્કેરાયો, હત્યા બાદ નાસી ગયેલા આરોપીને સુરત રેલવે સ્ટેશનથી દબોચી લેવાયો સુરતઃ શહેરના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બનેવીએ સાળા-સાળીની છરીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પતિએ તેની પત્નીની […]

દહેગામના બહિયાલમાં તોફાનકાંડ બાદ 190 મકાનોના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

નવરાત્રીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટના મુદ્દે કોમી તોફાનો થયા હતા, તોફાની તત્ત્વો સહિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી, પોલીસના સઘન બંદોબસ્ત સાથે મકાનો તોડવાનું મેગા ઓપરેશન હાથ ધરાયું, ગાંધીનગરઃ  જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. નવરાત્રીના ત્રીજા દિવસે રાતના સમયે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાના મુદ્દે કોમી તોફાનો […]

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પરના કરારનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલા કરારનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રગતિ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવીય સહાયમાં વૃદ્ધિથી રાહત મળશે અને પ્રદેશમાં કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે. પ્રધાનમંત્રીએ એક […]

પંજાબમાં CJI બી. આર. ગવઇ અંગે વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હીઃ પંજાબમાં, રાજ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ વિરુદ્ધ વાંધાજનક અને ગેરકાયદેસર પોસ્ટ કરવા બદલ ઘણા લોકો સામે અનેક પ્રાથમિક માહિતી અહેવાલો (FIR) નોંધ્યા છે. CJI ને લક્ષ્ય બનાવતા સોથી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલી પોસ્ટ્સ અને વીડિયો અંગે અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ ગઈકાલે આ FIR […]

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશેઃ રેલવે મંત્રી

ગાંધીનગરઃ ગુજરાતના મહેસાણા ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ,નોર્થ ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, આધુનિક લોજિસ્ટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોમાં ભારતના […]

દિલ્હી પોલીસે ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી કરી, 28 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર દિલ્હી પોલીસ ખૂબ જ કડક છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા જાળવવા માટે, દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસના દક્ષિણ પૂર્વ જિલ્લાના બાંગ્લાદેશી સેલે 28 ઘુસણખોરો (બાંગ્લાદેશી નાગરિકો) ને પકડી પાડ્યા છે જેઓ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેતા હતા. દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહીમાં રાજધાનીના વિવિધ વિસ્તારોમાંથી બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી […]

ટ્રમ્પ પ્રશાસને જનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ પુરતી ટાળી, ભારતને મળી રાહત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અત્યાર સુધી અનેક દેશોની અર્થવ્યવસ્થાઓને અસર કરી છે, જેમાં ભારત પણ સામેલ છે. જોકે હવે એક રાહતભર્યો નિર્ણય આવ્યો છે, ટ્રમ્પ પ્રશાસને જનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ માટે ટાળી દીધી છે. આ નિર્ણય ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે મોટી રાહત સાબિત થયો છે, કારણ કે અમેરિકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code