1. Home
  2. Tag "News Article"

ઊંઝા સહિત APMCમાં વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જીએસટીના વિરોધમાં દેશભરના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી, ઊંઝા યાર્ડમાંથી ખેડૂતો ઈસબગુલ વેચ્યા વિના પરત ફરી રહ્યા છે, પહેલા ઈસબગુલ સીડ પર કોઈ ટેક્સ નહોતો, હવે 5 ટકા જીએસટી વસુલવામાં આવે છે મહેસાણાઃ ઈસબગુલ સીડ પર પહેલા ક્યારેય વેટ કે કોઈ ટેક્સ લાગતો નહોતો પણ હવે જીએસટી 5 ટકા લગાવાતા ઈસબગુલના દેશભરના વેપારીઓએ ખરીદી બંધ […]

મોરબી-વાંકાનેક હાઈવે પર કન્ટેનરની અડફેટે સ્કૂટરસવાર પત્નીનું મોત, પતિને ઈજા

હાઈવે પર મકનસર ગામ નજીક કન્ટેનરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લીધુ, પતિ-પત્ની સ્કૂટર પર નૈવેદ કરવા જઈ રહ્યા હતા, પોલીસે ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, મોરબીઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક કન્ટેનર ચાલકે […]

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ, મોટાભાગના બાંગ્લાદેશી

નવી દિલ્હીઃ ભારતની વિવિધ જેલોમાં હજારો કેદીઓ સજા ભોગવી રહ્યા છે અથવા કેસ વિચારાધીન છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. અહેવાલ અનુસાર, ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 (અથવા 36 ટકા) પશ્ચિમ […]

સાવરકૂંડલા નજીક 6 વર્ષની બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પૂરાયો

સાવરકૂડલાના મોટા ભમોદ્રા ગામે દીપડો 6 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો, પરિવારે પીછો કરતા દીપડાએ બાળકીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી, વન વિભાગે પાંજરૂ ગોઠવતા દીપડો પાંજરે પૂરાયો અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા ખેત મજુરી કરતા પરપ્રાંતિ પરિવારની 6 વર્ષની બાળકી ખેતરમાં ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક […]

દિવાળીએ દેશભરમાં રેકોર્ડબ્રેક વેચાણની આશા, વેપાર રૂ. 4.75 લાખ કરોડ પાર જવાનો CAITનો અંદાજ

નવી દિલ્હી : આ વર્ષની દિવાળી દેશના વેપારીઓ માટે રેકોર્ડબ્રેક સાબિત થવાની સંભાવના છે. વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આ વર્ષની દિવાળીના તહેવારમાં દેશભરમાં કુલ રૂ. 4.75 લાખ કરોડનું વેચાણ થવાની શક્યતા છે  જે અત્યાર સુધીનું સૌથી વધુ ગણાશે. CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું […]

ખેડા નજીક વાત્રક નદીમાં ડૂબેલા શ્રમિકનો 48 કલાક બાદ પણ પત્તો મળ્યો નહીં

ખેડા ફાયર વિભાગના 25 કર્મચારીઓ સહિત 2 બોટથી 10 કિમીના પટ્ટામાં શોધખોળ જારી, 42 વર્ષીય ભાનુભાઈ બારૈયા નદી ઓળંગતી વખતે ડૂબી ગયા હતા, આંબલિયા ભાઠાથી લઈને વાસણા ટોલ સુધી નદીમાં શ્રમિકને શોધવાના પ્રયાસો જારી, નડિયાદઃ ખેડા નજીક વાત્રક નદી ઓળંગવા જતા એક શ્રમિક પાણીના પ્રવાહમાં તણાતા લાપત્તા બન્યો છે. મજૂરીકામ કરીને ઘરે પરત ફરતી વખતે […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 60 લાખની કિંમતનું સોનુ પકડાયુ

દૂબઈથી આવેલા એક પ્રવાસીને કસ્ટમ વિભાગે અટકાવીને તલાશી લીધી હતી, જીન્સના બે લેયર વચ્ચે છુપાવ્યો હતો સોનાનો પાઉડર, 4 ગ્રામ વજનનું શુદ્ધ 24-કેરેટ સોનુ કસ્ટમ વિભાગે જપ્ત કર્યું અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનુ પકડવાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને દૂબઈથી આવતા પ્રવાસીઓ પર કસ્ટન વિભાગના અધિકારીઓની ખાસ નજર હોય છે. […]

દ્વારકાથી 770 કિમી દુર અરબી સમુદ્રમાં સક્રિય થયેલુ શક્તિ વાવાઝોડુ નબળુ પડ્યુ

શક્તિ વાવાઝોડુ શાંત પડતા હવામાન વિભાગે રાહતનો શ્વાસ લીધો, ગુજરાતના 5 જિલ્લામાં 7 દિવસ હળવા ઝાપટા પડી શકે છે, શક્તિ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં મોડી રાતે વરસાદ પડ્યો, અમદાવાદઃ  અરબી સમુદ્રમાં દ્વારકાથી 770 કિમી દુર સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવી પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં […]

જામનગરમાં 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર, હવે ટુંકમાં લોકાર્પણ કરાશે

226 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાઈઓવરમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ, બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં, ઓવરબ્રિજ નીચે પેઈડ પાર્કિંગ-ફૂડ ઝોન બનાવાશે, જામનગરઃ શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ગણાતો 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. અને આ ફ્લાઈઓવર બ્રિજનું ટુંક સમયમાં જ  લોકાર્પણ કરવામાં આવશે. હાલ બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા […]

વડોદરા હાઈવે પર પોર બ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકની કેબીન કાપી ડ્રાઈવરને બહાર કઢાયો

ટ્રકની પાછળ પૂરફાટ ઝડપે આવતો ટ્રક અથડાયો, ફાયર બ્રિગેડે કટરથી કેબીન કાપીને ચાલકને બચાવ્યો, અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક પોર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રવિવારે મોડી રાત્રે એક ટ્રક પાછળ બીજી ટ્રક અથડાતા એક ટ્રકનો ચાલક ટ્રકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code