1. Home
  2. Tag "News Article"

લદ્દાખમાં BROનો ઇતિહાસ રચ્યો : 19,400 ફૂટ ઊંચાઈએ રસ્તો બનાવ્યો

નવી દિલ્હીઃ લદ્દાખમાં બોર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO)એ ઇતિહાસ રચ્યો છે. BROની પ્રોજેક્ટ હિમાંક ટીમે લેહ જિલ્લાના લિકારૂ-મિગલા-ફુકચે માર્ગ પર 19,400 ફૂટ ઊંચાઈએ ‘મિગલા’ દર્રો પાર મોટર ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો છે. આ સાથે BROએ પોતાનો જ પહેલાનો ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉનો રેકોર્ડ પણ BROના નામે જ હતો, જે ઉમલિંગલા ખાતે 19,024 ફૂટની […]

દેશમાં ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં SIR અભ્યાસ શરૂ થશે

નવી દિલ્હી : દેશમાં ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં ખાસ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) અભ્યાસ હાથ ધરાશે. આ માટે બિહારનું મોડેલ અપનાવવામાં આવશે. બિહારમાં આ અભ્યાસ દરમિયાન લાખો મૃતક અને ગેરકાયદે નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી આયોગનું માનવું છે કે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના ડેટાને મતદાન પ્રણાલીએ જોડવાથી આ સમસ્યાનું […]

ભ્રામક જાહેરાત મુદ્દે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ દ્રષ્ટિ IASને રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2022ના પરિણામો અંગે ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવા બદલ દ્રષ્ટિ IAS (VDK Eduventures Pvt Ltd) પર રુ. 5 લાખનો દંડ ફટકાર્યો છે. દ્રષ્ટિ IASએ તેની જાહેરાતમાં સફળ ઉમેદવારોના નામ અને ફોટોગ્રાફ્સ સાથે “UPSC CSE 2022માં 216+ પસંદગીઓ”નો દાવો કર્યો હતો. જોકે, તપાસ કરતાં, […]

ગુજરાતઃ દૂધ સંજીવની યોજના હેઠળ 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ […]

જામનગરના ધૂતારપુર નજીક પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બેના મોત

ખારાવેઢા ગામના પાટીયા પાસે બન્યો અકસ્માતનો બનાવ, અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બાઈક અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે, દ્રોપદી મુર્મુ સોમનાથ મહાદેવજીના દર્શન કરી ધ્વજારોહણ કરશે, રાષ્ટ્રપતિના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે. અને ત્યારબાદ સોમનાથ મહાદેવજીના દર્શન માટે જશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને વહિવટી […]

અશ્વિની વૈષ્ણવ અને જાપાની મંત્રીએ સુરત હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી

સુરતઃ જાપાનના ભૂમિ, માળખાગત સુવિધા, પરિવહન અને પર્યટન મંત્રી મહામહિમ હિરોમાસા નાકાનો આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પરંપરાગત ગરબા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહામહિમ હિરોમાસા નાકાનો સાથે સુરત હાઇ-સ્પીડ રેલ (HSR) બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. બંને મંત્રીઓએ ટ્રેક સ્લેબ લેઇંગ કાર અને ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધા […]

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલની હાઈકમાન્ડે કરી પસંદગી

આજે શુક્રવારે વિજયમૂહુર્તમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યુ, એક માત્ર ઉમેદવાર હોવાથી પંચાલ બિન હરિફ ચૂંટાશે, ભાજપે પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા અપનાવી ગાંધીનગર:  ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. આજે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે જગદિશ પંચાલે પ્રદેશ નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. ઉમેદવારી ફોર્મ ભરવાનો […]

2029 સુધીમાં, દેશની દરેક પંચાયતમાં સહકારી મંડળી હશે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે હરિયાણાના રોહતકમાં સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જર અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું […]

કચ્છ જિલ્લા પ્રા. શિક્ષાણાધિકારીનો ચાર્જ પાટણના DPEOને સોંપાતા વિવાદ

પાટણના DPEOને 270 કિમી દૂર ચાર્જ સોંપાતા બન્ને કચેરીનો વહિવટ કેવી રીતે કરી શકશે, પાટણના DPEOએ વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવા માગણી કરી, શિક્ષણ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છતાંયે ભરતી કરાતી નથી ભૂજઃ કચ્છનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ છેક પાટણના ડી.પી.ઈ.ઓ.ને વધારાનો હવાલો સોંપાતા વિવાદ ઊભો થયો છે. કારણ કે કચ્છ અને પાટણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code