1. Home
  2. Tag "News Article"

પાટણમાં દૂધ સાગર ડેરીના ચેરમેન સામે પશુપાલકોની રેલીની મંજુરી રદ, 5ની અટકાયત

દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ, પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો, મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે રેલીની પરવાનગી રદ કરી પાટણઃ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને થતા અન્યાય સામે પાટણમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. પણ છેલ્લી ઘડીએ સંમેલન બાદ રેલીની મંજુરી રદ કરવામાં આવી હતી. સંમેલનના સ્થળે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત […]

ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પ્રમાણિત

અમદાવાદ : આજે અદાણી એનર્જી સોલ્યુશન્સે જણાવ્યું હતું કે તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળો અને કોર્પોરેટના મુખ્ય મથકને એક અગ્રણી વૈશ્વિક કુલ ગુણવત્તા ખાતરી કરાવતી ઇન્ટરટેક દ્વારા ‘ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ (ZWL) પ્રમાણિત કરવામાં આવ્યા છે. કંપનીએ ૧૦૦% ડાયવર્ઝન રેટ અને 0% લેન્ડફિલ કચરાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” અર્થાત લેન્ડફિલ્સમાંથી ઓછામાં ઓછો ૯૦% કચરો […]

આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું

હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુઃ વસાવા, IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યાનો કર્યો આક્ષેપ, જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, વડોદરાઃ  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર વસાવાના સમર્થકોનો […]

પાકિસ્તાનમાં ગરીબી દરમાં ઉછાળો, ત્રણ વર્ષમાં 7% વધીને 25.3% પર પહોંચ્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકના તાજા અહેવાલે પાકિસ્તાનમાં વધતી ગરીબી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2024-25માં દેશનો ગરીબી દર વધીને 25.3% પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષ પહેલા કરતાં 7 ટકાનો વધારો દર્શાવે છે.  “રિક્લેમિંગ મોમેન્ટમ ટુવર્ડ્સ પ્રોસ્પેરિટી : પાકિસ્તાન પાવર્ટી, ઇક્વિટી એન્ડ રિઝિલિયન્સ એસેસમેન્ટ” નામના આ અહેવાલમાં છેલ્લા બે દાયકામાં […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રકે ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા બેના મોત

ચોપડવા બ્રિજની નજીક સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી જતા બેના મોત નિપજ્યા […]

રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર દરમિયાન ભંગાર વાહનો ખસેડવા 80.000 ખર્ચાયા

અગાઉ સ્થળાંતર પાછળ રૂપિયા 84 લાખનો ખર્ચ કરાયો હતો, વિપક્ષ દ્વારા કૌભાંડનો આક્ષેપ કરાતા તપાસ સોંપાઈ, સત્તાધિશો કહે છે, વાહનો સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નથી રાજકોટઃ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બનતા નવુ બનાવવામાં આવી રહ્યું છે. અને જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં કાર્યરત તમામ કચેરીઓનું એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં […]

બિહારમાં NH-139Wના 4-લેન સાહેબગંજ-અરેરાજ-બેતિયા સેક્શનના બાંધકામને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે ​​બિહારમાં NH-139W ના 4-લેન સાહેબગંજ-અરેરાજ-બેતિયા સેક્શનના બાંધકામને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 78.942 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 3,822.31 કરોડ છે. પ્રસ્તાવિત ચાર-લેન ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ રાજ્યની રાજધાની પટના અને બેતિયા વચ્ચે જોડાણ સુધારવાનો છે જે ઉત્તર બિહાર જિલ્લાઓ વૈશાલી, સારણ, સિવાન, […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 296 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, ઝેરી મેલેરિયાના પણ 17 કેસ નોંધાયા, પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા અમદાવાદઃ શહેરમાં વરસાદ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે મોડી રાતે ઠંડી અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા […]

બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને ડબલ કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડ (આશરે)ના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી છે. બિહાર રાજ્યના ચાર જિલ્લાઓને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 104 કિમીનો વધારો કરશે. પ્રોજેક્ટ સેક્શન રાજગીર (શાંતિ સ્તૂપ), નાલંદા, પાવાપુરી […]

રાજકોટમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ પોલ તોડીને ગરબાના પંડાલમાં ઘૂંસી ગયુ

સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ, પૂરફાટ ઝડપે ડમ્પર ઘૂંસી જતા ગરબાનો પંડાલ જમીનદોસ્ત થયો, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો, રાજકોટઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના જામનગર રોડ પર મનહરપુરા વિસ્તારમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ થાંભલા તોડીને નજીકમાં આવેલા નવરાત્રીના ગરબાના પંડાલમાં ઘૂસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code