1. Home
  2. Tag "News Article"

લો બોલો, પાકિસ્તાની સેનાએ પોતાની જનતા ઉપર જ કરી એરસ્ટ્રાઈક, 30થી વધારે નાગરિકના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ નિવાસી વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરતા ભારે જાનહાનિ થઈ છે. લંડી કોટલ તાલુકાના માતરે દારા વિસ્તારમાં ગત રાતે થયેલા આ હુમલામાં 30થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માતરે દારા ગામ તિરાહ ઘાટીમાં અફગાનિસ્તાનની સીમા નજીક આવેલું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા […]

ગૃહયુદ્ધથી ઘેરાયેલા મ્યાનમારમાં અશાંતિ વધતી, અરાકાન આર્મી પર ડબલ એટેક

યાંગોનઃ મ્યાનમારમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. બાંગ્લાદેશમાં શિબિરોમાં રહેતા હથિયારબંધ રોહિંગ્યા કેડર હવે મ્યાનમારમાં હુમલા કરવા લાગ્યા છે. જેના પગલે અરાકાન આર્મીએ જાહેરાત કરી છે કે તે બાંગ્લાદેશ સાથે જોડાયેલી નદીય સીમા પર સુરક્ષા વધારશે. બીજી તરફ મ્યાનમારની સેના પણ રાખાઇન રાજ્યમાં અરાકાન આર્મી સામે પોતાનું ઓપરેશન તેજ કરી રહી છે, એટલે […]

30 સપ્ટેમ્બરે બહાર પડશે બિહારની ફાઇનલ મતદાર યાદી, દેશભરમાં SIR શરૂ કરવાની જાહેરાત પછી થશે

પટનાઃ ચૂંટણી પંચે બિહારમાં થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ફાઇનલ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત કરવાની જાહેરાત કરી છે, સાથે જ આયોગે દેશના તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ને 30 સપ્ટેમ્બર સુધી SIR સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે. પંચના સૂત્રો મુજબ દેશવ્યાપી સ્તરે SIR ક્યારે શરૂ થશે તેની જાહેરાત હજી બાકી છે. […]

બાંગ્લાદેશ: દુર્ગા પૂજા પહેલા અસામાજિકતત્વોએ મંદિરમાં તોડફોડ કરી

બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલા યથાવત. અહેવાલ મુજબ જમાલપુર જિલ્લાના સરીશાબારી ઉપ-જિલ્લામાં એક હિન્દુ મંદિરમાં દુર્ગા પૂજા પહેલા બનાવેલી સાત મૂર્તિઓ તોડફોડ કરવામાં આવી હતી. રાત્રે મ્યુનિસિપલ તાર્યાપરા મંદિરમાં આ ઘટના બની હતી. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ માટે સૌથી મોટા ધાર્મિક તહેવાર, દુર્ગા પૂજા ઉત્સવના એક અઠવાડિયા પહેલા આવો બીજો હુમલો થયો છે. ઘટનાની પુષ્ટિ કરતા, […]

ભારત-પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી નથી : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર

દુબઈઃ એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવું નિવેદન આપ્યું છે જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રાઈવલરી રહી નથી. પાકિસ્તાન સામે આ જીત ભારતનો વ્હાઇટ બોલ ક્રિકેટમાં સતત સાતમો વિજય હતો. અત્યાર સુધી બંને ટીમો […]

એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓએ મેદાનમાં કરેલા અયોગ્ય વર્તનનો ગીલ-અભિષેકે બેટથી આપ્યો જવાબ

દુબઈઃ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડની પહેલી જ મેચમાં ભારતે પોતાના ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4માં શાનદાર શરૂઆત કરી છે. ભારત પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચ્યું છે જ્યારે પાકિસ્તાન હાર બાદ તળિયે પહોંચ્યું છે. અભિષેક અને ગિલ વિસ્ફોટક બેટીંગ કરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ […]

દેશમાં GST 2.0 અમલમાં, રોજબરોજની ચીજવસ્તુઓ સસ્તી થઈ

નવી દિલ્હીઃ નવરાત્રીના પ્રથમ દિવસે જ દેશમાં GST 2.0 લાગુ થઈ ગયું છે. સરકારે આ પગલું લઈને સામાન્ય જનતા માટે મોટી રાહત આપી છે. હવે દૂધ, બ્રેડ, પનીર, માખણ, આટા, દાળ, તેલ, સાબુ, શેમ્પૂ તેમજ બાળકોના અભ્યાસના સામાન જેવી રોજબરોજની ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે કે શૂન્ય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને […]

પીઓકે આપોઆપ ભારતમાં સામેલ થશેઃ રાજનાથસિંહ

મોરોક્કોઃ ભારતના રક્ષા પ્રધાન રાજનાથસિંહ હાલ બે દિવસીય મોરોક્કો પ્રવાસે છે. કોઈ ભારતીય રક્ષા પ્રધાનનો આ પ્રથમ મોરોક્કો પ્રવાસ છે. તેઓ અહીં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. રક્ષા મંત્રાલય મુજબ આ પ્લાન્ટ આફ્રિકા ખંડમાં પહેલી ભારતીય રક્ષા ઉત્પાદન એકમ છે. આ દરમિયાન તેઓ મોરોક્કોના રક્ષા પ્રધાન અબ્દેલતીફ લૌદિયી સાથે દ્વિપક્ષીય બેઠક […]

પીએમ મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી, એક મંત્ર શેર કર્યો

નવી દિલ્હી: દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું કે, “તમામને નવરાત્રીની અનંત શુભકામનાઓ… સાહસ, સંયમ અને સંકલ્પની ભક્તિભાવથી ભરેલો આ પાવન પર્વ દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવે. જય માતા દી….”  મોદીએ જણાવ્યું […]

વડોદરામાં નવરાત્રીના યુનાઈટેડ વેના પાસ લેવા ધક્કામુકીમાં કાચ તૂટ્યા, 5ને ઈજા

અલકાપુરી કલબમાં સ્થિતિ વણતા પોલીસ કાફલો દોડી આવ્યો, રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો, પૈસા ભરીને લાઈનમાં ઊભેલા લોકોની ધીરજ ખૂટી વડોદરાઃ નવલી નવરાત્રીનો આવતીકાલે તા,22મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ, વડાદરા સહિત અને શહેરોમાં પાર્ટી પ્લોટ્સ. કલબોમાં નવરાત્રી ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પ્રસિદ્ધ યુનાઇટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code