1. Home
  2. Tag "News Article"

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરી પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંચત્રી મોદીએ X પર પોસ્ટમાં ટ્રમ્પને તેમના “મિત્ર” ગણાવ્યા અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પીએમ મોદીએ લખ્યું કે, “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મુર્મૂએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રધાનમંત્રીના અતૂટ સમર્પણ અને પરિવર્તનશીલ નેતૃત્વની પ્રશંસા કરતા તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ X પર પોસ્ટમાં લખ્યું કે, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તમારા અસાધારણ નેતૃત્વ દ્વારા સખત મહેનતના શિખરનું ઉદાહરણ આપીને, તમે દેશમાં મહાન લક્ષ્યો હાંસલ કરવાની સંસ્કૃતિ […]

એપોલો ટાયર્સ દરેક મેચ માટે બીસીસીઆઈને આશરે 4.77 કરોડ ચૂકવશે

એપોલો ટાયર્સ ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી સ્પોન્સર બની ગઈ છે. થોડા અઠવાડિયા પહેલા સુધી, ભારતીય ટીમ ‘ડ્રીમ11’ લખેલી જર્સી પહેરીને રમતી હતી, પરંતુ ઓનલાઈન ગેમિંગ બિલ પછી, તેને આ સોદો અધવચ્ચે જ સમાપ્ત કરવો પડ્યો. બીસીસીઆઈએ સત્તાવાર રીતે આ સોદો પૂર્ણ થવાની પુષ્ટિ કરી છે. કહેવામાં આવ્યું હતું કે આ સોદો 579 કરોડ રૂપિયામાં […]

ટીમ ઈન્ડિયાની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ફરી પ્રથમ સ્થાન મેળવ્યું

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ICC મહિલા વર્લ્ડ કપ 2025 પહેલા ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ફરી એકવાર નંબર-1 સ્થાન મેળવ્યું છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ ODIમાં શાનદાર અડધી સદી ફટકારી અને ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી દીધી. મંધાનાએ 62 બોલમાં 58 રન બનાવ્યા, જેના આધારે તેને સાત રેટિંગ પોઈન્ટ મળ્યા. […]

મહેસાણા હાઈવે પર મંડાલી ગામે ક્રેન વીજ વાયરોને સ્પર્શતા જ કરંટ લાગ્યો, બેના મોત, 6ને ઈજા

કંપનીના કમ્પાઉન્ડ બહાર પસાર થતી 11000 વોટની વીજ લાઈનને ક્રેઈન સ્પર્શી, ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા આઠ જેટલા કામદારને વીજકરંટ લાગ્યો હતો, શ્રમિકોના મોતથી કંપનીમાં ગમગીની વ્યાપી ગઈ મહેસાણાઃ અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીર આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાં ક્રેનનું બુમ કમ્પાઉન્ડ બહાર પસાર થતી 11000 વેલ્ટની વીજલાઈનને અડી જતા વીજ કરન્ટથી બે કામદારના મોત […]

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. કંપનીનું આ પગલું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરના સુધારા પછી આવ્યું છે, જેના હેઠળ ઘણી આવશ્યક ખાદ્ય ચીજોને કરમુક્ત કરવામાં આવી છે અથવા નીચા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે. મધર ડેરીએ જણાવ્યું હતું કે […]

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

વહેલી સવારે હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લીધી, અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ, કારમાં પ્રવાસ કરી રહેલી મહિલાને પણ ઈજા થઈ અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ભાવનગર હાઈવે પર ધોલેરાના આંબલી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ધોલેરા નજીક હાઈવે પર વહેલી […]

બોમ્બે હાઈકોર્ટના ધમકીભર્યા મેઈલનો ખુલાસો, નેધરલેન્ડથી મળી હતી ધમકી

બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા કોલના કેસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમેલના સ્ત્રોતને ટ્રેસ કરતી વખતે, મુંબઈ પોલીસની સાયબર વિંગને જાણવા મળ્યું કે આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. આ કેસમાં વધુ પોલીસ તપાસ હાલ પૂરતું ત્યાં જ રોકાઈ ગઈ છે. હકીકતમાં, બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા મેઈલ કેસની […]

હરિયાણાના પલવલમાં નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડી નાખ્યા, 2ના મોત

હરિયાણાના પલવલમાં નશામાં ધૂત પોલીસકર્મીએ શાળાએથી પાછા ફરતા 3 બાળકોને કચડી નાખ્યા. આમાંથી 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. જ્યારે પોલીસકર્મી બાળકોને કચડી ભાગવા લાગ્યો, ત્યારે આસપાસના લોકોએ તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી. જોકે, જ્યારે પોલીસે આરોપીને પકડીને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે લોકોએ પોલીસ વાહનનો પણ […]

ગાંધીધામ-કોલકાત્તા અને ભાવનગર-દિલ્હી વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસી ટ્રાફિકના ઘસારા પહોંચી વળવા કરાયો નિર્ણય, ગાંધીધામથી કોલકાતા વિકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાલે બુધવારથી દોડશે, ભાવનગર ટર્મિનસ – શકૂર બસ્તી (દિલ્હી) સાપ્તાહિક સ્પેશ્યલ 19 સપ્ટેમ્બરથી દોડશે અમદાવાદઃ દિવાળીના વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ગાંધીધામ અને ભાવનગરથી બે વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિશેષ ભાડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code