1. Home
  2. Tag "News Article"

મોરબીમાં ઈન્કમટેક્સના અધિકારીઓનું મેગા સર્ચ, 40 સ્થળોએ રેડ, ઉદ્યોગકારોમાં ફફડાટ

ઈન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશનમાં 250 અધિકારીઓ જોડાયા, સુરતથી રેડ કરવા આવી રહેલા આઈટીના અધિકારીઓની કારને અકસ્માત થયો, એક સિમામિક ગૃપના બેનામી વ્યવહારો મળ્યા હોવાની ચર્ચા રાજકોટઃ મોરબીમાં ઈન્કટેક્સના 250 જેટલા અધિકારીઓએ બિલ્ડરો, જમીન દલાલો અને સિરામિકના ઉદ્યોકારો સહિત 40 જેટલા સ્થળોએ રેડ પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આઈટીની સર્ચ દરમિયાન […]

ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર હવે ‘અપોલો ટાયર્સ’નું નામ અને લોગો જોવા મળશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પ્રાયોજક તરીકે અપોલો ટાયર્સ સાથે કરાર કર્યો છે. ડ્રીમ-11ના બહાર થયા બાદ અપોલો ટાયર્સે આ સ્થાન મેળવ્યું છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એપોલો ટાયર સાથે કરાર થયો છે અને ટૂંક સમયમાં તેનું સત્તાવાર જાહેરનામું કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અપોલો ટાયર્સે […]

સુરતની એક હોટલમાં માત-પિતા જમવામાં વ્યસ્ત હતા, અને તેનું બાળક વોટર પોન્ડમાં ડૂબી ગયુ

પતિ-પત્ની દોઢ વર્ષના બાળકને લઈને હોટલમાં જમવા માટે આવ્યા હતા, બાળક રમતા-રમતા બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડ્યુ, બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા હોટલના વોટર પોન્ડમાં પડી જતા ડૂબી જવાથી મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક […]

અમદાવાદમાં નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધસી પડતા યુવાનનું મોત

સ્થાનિક રહિશોએ દીવાલ જર્જરિત હોવાથી તંત્રને વારંવાર રજુઆતો કરી હતી, દીવાલ નજીક બેઠેલા 30 વર્ષીય યુવાન કાટમાળમાં દટાયો, મ્યુનિના તંત્ર સામે સ્થાનિક લોકો રોષે ભરાયા અમદાવાદઃ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નજીક બેઠેલો એક યુવાન કાટમાળમાં દટાયો હતો. આ બનાવથી આજુબાજુના રહેતા સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને […]

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 378 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષ્યમાં કરાયું આયોજન, આરોગ્ય મંત્રીએ “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો, 27 લાખથી વધુ કર્મચારીઓએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ગાંધીનગરઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્યમંત્રી ઋષિકેશ […]

યુએન બેઠકમાં પાકિસ્તાનની ફરી બેઇજ્જતી, ‘ટેરર સ્પોન્સર’ કહીને લગાવવામાં આવ્યો આરોપ

ન્યૂયોર્ક : પાકિસ્તાન વારંવાર ભારત વિરુદ્ધ આતંકી કાવતરા રચે છે અને અનેક વખત બેનકાબ થવા છતાં પોતાની હરકતોમાંથી સુધરતું નથી. તાજેતરમાં પાકિસ્તાનને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યુએન વોચના ડિરેક્ટર હિલેલ ન્યૂઅરે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોથી આડો હાથ લીધું હતું. યુએનની બેઠક દરમિયાન […]

યૂપીમાં TET ફરજિયાત કરવા મામલે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેસિક શિક્ષણ વિભાગના સેવારત શિક્ષકો માટે TET ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરવાનો વિભાગને આદેશ આપ્યો છે. યોગી સરકારનું કહેવું છે કે રાજ્યના શિક્ષકો અનુભવી છે અને સમયાંતરે તેમને તાલીમ આપવામાં આવે છે. આવા સમયમાં તેમની વર્ષોની સેવા અને લાયકાતને અવગણવું યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે […]

મેઘાલયમાં કેબિનેટ ફેરફાર પહેલા 8 મંત્રીઓએ આપ્યા રાજીનામું, નવા ચહેરાઓને મળશે સ્થાન

શિલોંગઃ મેઘાલયમાં મંગળવારે થનારા કેબિનેટ ફેરફાર પહેલા રાજ્યના આઠ મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં એ.એલ. હેક, પૉલ લિંગદોહ અને અમ્પારીન લિંગદોહ સહિતના નામો સામેલ છે. એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ સરકારના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આજે રાજ્યપાલ સી.એચ. વિજયશંકરને મળી તમામ મંત્રીઓના રાજીનામા સોંપ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મંત્રીઓને મંગળવારે […]

જમ્મુ-કાશ્મીર સરકારે 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે મોટી કાર્યવાહી કરતા 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એવા આરોપોને ધ્યાનમાં રાખીને આ એક્શન લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પ્રતિબંધિત કરાયેલા ઘણા એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં […]

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન જનારી શીખ યાત્રા ભારતે રદ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે નવેમ્બર 2025માં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના અવસર પર પાકિસ્તાન જવા નીકળનારા શીખ યાત્રાળુઓની યાત્રા રદ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોને સૂચના આપી છે કે તેઓ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code