1. Home
  2. Tag "News Article"

આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું. શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશ, […]

નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં નવા એરપોર્ટ અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયાથી લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ રેલ્વે, એરપોર્ટ, વીજળી અને સિંચાઈ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. જાહેર સભાને સંબોધતા પીએમએ કહ્યું કે બિહારની પ્રગતિ માટે સીમાંચલ પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રોજેક્ટ્સ અહીંના જોડાણ અને માળખાગત સુવિધાને નવી મજબૂતી […]

ભારતને મળ્યો પહેલો સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન, આનંદકુમારને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતના આનંદકુમાર વેલકુમારે સ્કેટિંગમાં ઇતિહાસ રચ્યો છે। 22 વર્ષીય આનંદકુમારે ચીનમાં યોજાયેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પુરુષ સિનિયર 1000 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં આનંદકુમારે 1:24.924 સેકન્ડના સમય સાથે ફિનિશ લાઇન પાર કરી અને વિશ્વ […]

ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુરમાં યોજાયો

પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટસંબંધને વધુ મજબૂત બનાવશેઃ મુળુભાઈ બેરા, વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુરવાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યાં, કાર્યક્રમમાં જોવા મળી ગુજરાતની કલા, સંસ્કૃતિ, વ્યંજન અને પરંપરાની ઝલક ગાંધીનગરઃ ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-2025 ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત […]

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

અમદાવાદ : અદાણી સમૂહની કંપનીઓના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ને સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડતા પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પના નિર્માણ માટે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ પ્રકલ્પ અદાણી એન્ટરપ્રાઇઝિસના રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. ૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો […]

ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર થશે

નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળશે, હવે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ નાગરિકોને મળતી સુવિધા પર થશે, રેન્કિંગમાં 40 જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવાયા ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન […]

મહારાષ્ટ્રના ગવર્નર તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ, મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા ગાંધીનગરઃ  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ […]

ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં રેકોર્ડબ્રેક 2.01 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા

વાર્ષિક માત્ર રૂ.20માં 70 વર્ષની ઉંમર સુધી રૂ. 2 લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ, બેંકમાં બચત ખાતુ ધરાવતા ખાતેદાર આ યોજનાનો લાભ લઇ શક્શે, અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ મળે છે,   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. 27 ઓગસ્ટ-2025ની સ્થિતિએ રેકોર્ડબ્રેક […]

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ સહાય અપાશે

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને એક ગાય નિભાવખર્ચમાં સહાય મળશે, યોજના”નો લાભ મેળવવા ખેડૂતો આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર અરજી કરી શકશે, આ યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ હવે તા. 17 સપ્ટેમ્બર સુધી જ ખુલ્લું રહેશે ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક અજાણ્યા વાહનની અડફેટે બેના મોત

લીંબડીના પાણશીણા નજીક હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ, અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારી પલાયન, એક્ટિવાસવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત લીંબડીઃ  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડીના પાણશીણા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કોઈ અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટસવાર બેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code