1. Home
  2. Tag "News Article"

FIDE ગ્રાન્ડ સ્વિસ 2025ના મહિલા વર્ગમાં વૈશાલી સંયુક્ત રીતે આગળ

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. વૈશાલીએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મારિયા મુઝીચુક (યુક્રેન) ને હરાવીને FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ટુર્નામેન્ટના મહિલા વર્ગમાં 10મા અને છેલ્લેથી પહેલા રાઉન્ડ પછી સંયુક્ત લીડ મેળવી. વૈશાલી જાણતી હતી કે ફક્ત જીત જ તેને ઉમેદવારોની રેસમાં રાખી શકે છે. તેણે શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો. સિસિલિયન ડિફેન્સના સ્વેશ્નિકોવ વેરિઅન્ટ રમતી વખતે, તે થોડા […]

ડેવિસ કપ ક્વોલિફાયરમાં ભારતે સ્વિટ્ઝર્લૅન્ડને હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતે પહેલી વાર ડેવિસ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો. સુમિત નાગલે વર્લ્ડ ગ્રુપ વન મેચમાં પ્રથમ રિવર્સ સિંગલ્સમાં સ્વિટ્ઝર્લૅન્ડના પ્રતિભાશાળી હેનરી બર્નેટને હરાવીને ભારતને 3-1થી જીત અપાવી. અગાઉ, એન શ્રીરામ બાલાજી અને ઋત્વિક બોલિપ્પલ્લીની જોડી જેકબ પોલ અને ડોમિનિક સ્ટ્રિકર સામે હારી ગઈ હતી, જેનાથી યજમાન ટીમ માટે વાપસીની આશાઓ વધી ગઈ હતી. નાગલે […]

ઝારખંડઃ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નામચીન નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. હઝારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને CRPFની કોબરા બટાલિયને આજે સવારે એક અથડામણમાં ત્રણ કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આ કાર્યવાહીમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો અને માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય સહદેવ સોરેન, 25 લાખનું ઇનામી નક્સલવાદી રઘુનાથ હેમ્બ્રમ અને 10 લાખનું ઇનામ ધરાવતો બિરસેન […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા, તેમણે સમય સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, હિન્દીને વધુમાં લોકપ્રિય બનાવવા […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચેથી લકઝરી કારમાં બિલ્ડરની લાશ મળી, 3ની ધરપકડ

બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમતભાઈ રૂડાણી તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ, હત્યાબાદ તેમની મર્સિડિઝ કારમાં મૃતદેહ મુકીને હત્યારા ફરાર થયા,   પોલીસે ત્રણ આરોપીને રાજસ્થાનના શિરોહીથી ઝડપી લીધા અમદાવાદઃ શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી પાર્ક કરેલી કારમાં હત્યા કરાયેલી હાલતમાં બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ ગઈ મોડી રાત્રે મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત […]

કચ્છમાં ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળ બાદ 4 ટોલ પ્લાઝા પર 3 દિવસ ટોલટેક્સ નહીં વસુલાય

11 દિવસમાં હાઈવે પરના ખાડા પુરીને રોડ રિસરફેસ કરાશે, હાઈવે ઓથોરિટી દ્વારા ખાતરી અપાતા ટ્રાન્સપોર્ટરે હડતાળ પરત ખેંચી લીધી, સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી આ ચાર ટોલ ફ્રી રહેશે ભૂજઃ કચ્છમાં વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જિલ્લામાં ચાર ટોલ પ્લાઝા પર રોજ કરોડો […]

બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને 18000 રાશન કીટ અને 3.63 લાખ ફુડ પેકેટનું વિતરણ

જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી, 3,90,000 પાણીની બોટલનું પણ વિતરણ કરાયુ, 297 ગામોમાંથી 294માં વીજળી શરૂ, 1863 તૂટેલા પોલમાંથી 600 ઊભા કરાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરને લીધે ભારે તારાજી થઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર […]

કચ્છના નાના રણમાં 34 નવા ચેકડેમ અને 20 તળાવો બનાવી નર્મદાનું પાણી અટકાવાશે

નર્મદાનું પાણી રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓની રોજી છીંનવાય છે, રણમાં નર્મદાનું પાણી ભરાવાથી મીઠાના ઉત્પાદનને નુકસાન થાય છે, સરદાર સરોવર નર્મદા નિગમે સમસ્યાના સમાધાન માટે વિશેષ સમિતિની રચના કરી, સુરેન્દ્રનગરઃ કચ્છના નાનારણમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઓવરફ્લો તવાથી તેના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હોય છે. તેના લીધે અગરિયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો […]

ગાંધીનગર સેક્ટર-7માં ડમ્પિંગ સાઈટ ખસેડવા સ્થાનિક લોકોના આંદોલનને કોંગ્રેસનું સમર્થન

200થી વધુ નાગરિકોએ આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી, વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈટ ખસેડવાની માગ કરી, મનપાના અણઘડ વહીવટનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ ગાંધીનગરઃ શહેરના પોશ ગણાતા સેક્ટર-7માં ઘન અને પ્રવાહી કચરાના ડમ્પિંગથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. અગાઉ અનેક રજુઆતો છતાંયે ડમ્પિંગ સાઈટ હટાવવાનો નિર્ણય ન લેવાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code