1. Home
  2. Tag "News Blog"

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને […]

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જશીટ દાખલ

ભાવનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ત્રણ મહિના પહેલા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેના બે સંતાનોની હત્યાનો બનાવ બન્યો હતો. અને હત્યારા શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દઈને ત્રણેય ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા ફરિયાદી શૈલેષ આરોપી […]

આદિજાતિ વિસ્તારના 258 ગામોને પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું […]

અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેવાડી નજીક ચાની કિટલી પર ગઈ મોડી રાતે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કિટલી પર હતો ત્યારે અગાઉની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખસોએ આવીને ફાયરિંગ કરતા મુદ્દસરને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની પોલીસને જાણ થતા વેજલપુર […]

વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીને લીધે બે ઋતુનો અનુભવ

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાના આગમનને વિધિવત રીતે એકાદ સપ્તાહ જેટલો સમય બાકી છે,  ત્યારે હાલ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુને લીધે વાયરલ બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ મિક્સ સીઝન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ […]

વડગામના માહીમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ, 1513 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

પાલનપુર,12 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના વડગામ તાલુકાના માહીમાંથી નકલી ઘી બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગે રેડ પાડીને  રૂપિયા 3.67 લાખની કિંમતનો શંકાસ્પદ ગણાતો 1513 કિલો ઘી જથ્થો સીઝ કર્યો છે. તેમજ ફૂડ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ ઘીના 8 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. નકલી ઘીમાં સુગંધ માટે એસેન્સ અને મોટી માત્રામાં કલરનો ઉપયોગ કરાતો હોવાનું […]

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ

જુનાગઢ,12 ફેબ્રુઆરી 2026:   શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગામ-પરગામના મોટા સંખ્યામાં લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા છે. 5 દિવસીય મેળામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને ઠેર ઠેર ધૂણો કરીને મહાદેવજીની આરાધના કરી રહેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન શહેર નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં શિવરાત્રીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code