1. Home
  2. Tag "News Blog"

ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે.આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઊજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ – વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. રોટરી એ […]

ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી

ગાંધીનગરઃ ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.GI ટેગ મળવાથી ‘અંબાજી માર્બલ’નું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. આ નોંધણી Ambaji […]

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી પ્રારંભ: પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. આ સિરીઝની શરૂઆતની મેચ ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. પ્રશંસકોને બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની આશા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા […]

ભારતનું શક્તિચિહ્ન : લદ્દાખમાં તૈયાર થયું દેશનું સૌથી ઊંચું એરબેસ

લદ્દાખ: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની સરહદથી અતિ નજીક આવેલ ન્યોમા ખાતે દેશનું સૌથી ઊંચું એરબેસ તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હરક્યુલિસમાં સવાર થઈને ન્યોમા એરબેસ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ એરબેસ 13,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા […]

અસરગ્રસ્ત ખેડૂતો કાલે 14મી નવેમ્બરથી 15 દિવસ સુધી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે

251તાલુકાના 16500થી વધુ ગામોનો નુકસાની સર્વે કરાયો છે, ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપીંગ કરાશે, મળવાપાત્ર સહાયPFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે, https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત […]

અમદાવાદના નવરંગપુરામાં બંગલામાં 14 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા, બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી, તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. […]

ગુજરાતમાં બે ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમી, શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો

આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા, બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો, સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. […]

અમરાઈવાડીમાં જર્જરીત ઈમારતની ગેલરી ધરાશાયી થઈ, 3 વ્યક્તિ ઘાયલ

પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી 40 વ્યક્તિઓના રેસક્યુ માટે કવાયત હાથ ધરાઈ અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર-સુખરામનગર ખાતે બ્લોક નંબર 17ની ગેલરી તુટી પડી હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લોક નંબર 17 ના […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવી યાદી જાહેર કરાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછી ઠેલાવવાની શક્યતા, મુદત પૂર્ણ થતાં કેટલીક નગરપાલિકામાં વહિવદાર નિમાવવાની વકી અમદાવાદઃ રાજ્યમા અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મતદાર સુધારણાની કામગીરીને લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના […]

અમરેલી સેશન્સ કોર્ટે ગૌવંશની કતલ કરનારા ત્રણ શખસોને આજીવન સજા ફટકારી

કોર્ટે આરોપીઓને સજા ઉપરાંત રૂપિયા 18 લાખનો દંડ ફટકાર્યો, આરોપીઓ રહેણાકના મકાનમાં ગૌવંશની કતલ કરતા હતા, ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો અમરેલીઃ ગૌવંશની કતલના કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code