1. Home
  2. Tag "News in Gujarati"

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થયા

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. તેમજ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવતો હતો. આ ઉપરાંત સરહદ ઉપર સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો હતો. દરમિયાન બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત પોતાની શરતોને આધારે યુદ્ધવિરામ […]

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કચ્છમાં હાઈ એલર્ટ કરાયું જાહેર

અમદાવાદઃ પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી […]

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને સંપૂર્ણ યુદ્ધની આપી ધમકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં ભારત દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહી બાદ, આપણી પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે લોકોને કોઈ શંકા ન હોવી જોઈએ કે પાકિસ્તાન યુદ્ધના […]

ભટિંડામાં એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટ, રેડ એલર્ટ જારી

ભટિંડામાં શનિવારે સવારે એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટ થયો હતો. આ પછી સેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. વિસ્ફોટ પછી, સેનાએ સ્ટેશનના બધા દરવાજા બંધ કરી દીધા. આ પછી, ડીસી દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનની બહાર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરોમાં રહે […]

ભારતથી ડરેલા પાકિસ્તાને તેની T20 લીગ મુલતવી રાખી, PCBએ તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે પાકિસ્તાન સુપર લીગ (PSL) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે. ભારત સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે T20 ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) ખસેડવામાં આવી હોવાની જાહેરાત થયાના થોડા કલાકો પછી જ આ વાત સામે આવી છે. જોકે, અહેવાલો અનુસાર, UAE એ યજમાની કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી […]

અમૃતસરમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો, ભારતે નાશ કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તણાવ વધી રહ્યો છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં હુમલો કર્યો. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોન દ્વારા લગભગ 25 વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને […]

પાકિસ્તાની ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના એક અધિકારીનું મોત

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પાનું મોત થયું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજૌરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર રાજ કુમાર થાપા અને તેમના બે સ્ટાફ રાજૌરી શહેરમાં તેમના નિવાસસ્થાન પર ગોળીબારથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. […]

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીએ બેઠક યોજી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર હતા. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે આ બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી. ટોચના સરકારી સૂત્રોએ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. આ […]

ભારત ઉપર હવે આતંકી હુમલો થશે તો યુદ્ધ માનવામાં આવશે, ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસો વચ્ચે, ભારત સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર વતી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતાં કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. આ સાથે, […]

મીડિયા ચેનલોએ તેમના કાર્યક્રમોમાં સાયરનનો અવાજ વાપરવો નહીં: ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ સરકારે તમામ મીડિયા ચેનલોને એક સૂચના આપી છે કે સામુદાયિક જાગૃતિ અભિયાન સિવાય તેમના કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાના સાયરનના અવાજનો ઉપયોગ કરવો નહીં. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાયરનના નિયમિત ઉપયોગથી નાગરિકો હવાઈ હુમલાના સાયરન પ્રત્યે અસંવેદનશીલ બની શકે છે અને વાસ્તવિક હવાઈ હુમલા દરમિયાન તેને સામાન્ય ઘટના માની શકે છે. ભારત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code