1. Home
  2. Tag "NITISH KUMAR"

નીતિશકુમારે વિધાનપરિષદમાંથી, નીતિન નવીને વિધાનસભામાંથી આપ્યાં રાજીનામાં

પટણા, 30 માર્ચ, 2026 – Nitish Kumar – Nitin Naveen બિહારના રાજકારણના હાલના બે મહત્ત્વના નેતા- નીતિશકુમાર તથા નીતિન નવીને રાજીનામાં આપ્યાં છે. નીતિશકુમારે એમએલસી પદેથી અર્થાત વિધાનપરિષદમાંથી અને નીતિન નવીને એમએલએ પદેથી અર્થાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ બંને નેતા થોડા દિવસ પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી ચૂંટાઈ આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત

પટના, 5 માર્ચ 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી અનેક અટકળોનો હવે અંત આવી ગયો છે. સીએમ પદ છોડીને તેઓ રાજ્યસભામાં જશે તેવી ચર્ચાઓ પર હવે ખુદ સીએમ નીતિશ કુમારે મહોર મારી દીધી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી પદ છોડવાની અને રાજ્યસભામાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી […]

શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે. આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું […]

નીતિશ કુમારે બિહારમાં વૃદ્ધોને ઘરે ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવાની યોજનાની જાહેરાત કરી

પટના 03 જાન્યુઆરી 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે વૃદ્ધોને તેમના ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નીતિશ કુમાર સરકારની ‘સાત નિશ્ચય’ પહેલ હેઠળ આવતી આ યોજનાને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ નીતિશ કુમારે એક X પોસ્ટમાં લખ્યું, “4 નવેમ્બર, 2005 ના રોજ […]

નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડને તેમને આ અસાધારણ સિદ્ધિ માટે ઔપચારિક રીતે અભિનંદન પાઠવ્યા છે. સંગઠને એક પત્ર દ્વારા કહ્યું છે કે 1947 થી 2025 સુધીના ભારતના લોકશાહી ઇતિહાસમાં નીતિશ કુમાર પહેલા વ્યક્તિ છે જેમણે દસ વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો […]

બિહારઃ JDU ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે નીતિશ કુમારની કરી પસંદગી

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએ દ્વારા સરકાર રચવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આજે જેડીયુના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને પોતાના નેતા તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપાની બેઠકમાં ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીની પસંદગી કરી છે. બિહારની રાજનીતિમાં આજે મોટા ફેરફારની ગૂંજ સાંભળવા મળી છે. જનતા દલ યુનાઇટેડ (જેડીયૂ)ના નવા ચૂંટાયેલા […]

અહો આશ્ચર્યમ! તમામ પક્ષ કરતાં સૌથી વધુ મત મળવા છતાં RJD માત્ર 27 બેઠક ઉપર આગળ!

પટણા, 14 નવેમ્બર, 2025– બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં એક મોટું આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સાંજે 4.30 વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી અનુસાર ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો ઉપર આગળ છે અને તેને અત્યાર સુધીમાં 20 ટકા મત મળ્યા છે. જ્યારે જનતા દળ-યુ 76 બેઠકો ઉપર આગળ છે અને તેને 18.86 ટકા મત મળ્યા છે. પરંતુ […]

વિધાનસભા ચૂંટણીઃ 2020 અને 2025, બિહારમાં પાંચ વર્ષમાં શું બદલાયું?

સૌથી વધુ બેઠકો જીતીને ભાજપ પ્રથમ ક્રમે આવી ગયો કોંગ્રેસ 2020માં મળેલી 19 બેઠકોની સામે આ વખતે માંડ બે બેઠક ઉપર આગળ એનડીએ જોડાણના તમામ પક્ષો માટે વિન-વિન પરિસ્થિતિ પટણા, 14 નવેમ્બર, 2025ઃ what has changed in Bihar in five years? બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી […]

પટણામાં બપોરે એકાએક મોટા મોટા હોર્ડિંગ લાગ્યા “બિહાર કા મતલબ નીતિશ કુમાર”

પટણા, 14 નવેમ્બર, 2025ઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે આજે બપોરે રાજધાની પટણામાં એકાએક વિશાળ હોર્ડિંગ લાગી રહ્યા છે જેમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર લખેલું જોવા મળે છે. વિશાળ હોર્ડિંગ જેડી(યુ)ના એક કાર્યકરે લગાવ્યું છે જેમાં નીતિશ કુમારનો વિશાળ ફોટો મૂકવામાં આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ હોર્ડિંગ મૂકનાર પક્ષના કાર્યકરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code