ભાજપ સાથે જોડાણ બાદ બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કૂમારે લીધા શપથ, PMએ આપી શુભેચ્છા
પટનાઃ પાટલી બદલવામાં માહિર એવા નીતીશ કુમારે રવિવારે સાંજે 5 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને ભાજપના નેતા વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શપથવિધી બાદ નીતિશ કૂમારે જણાવ્યું હતું કે, હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું. […]


